+

ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર, ખેડા જિલ્લામાં રાજ્યનો સૌથી વધુ સરેરાશ 6 ઇંચથી વધુ વરસાદ

છેલ્લા 24 કલાક દરમિયાન નડિયાદ તાલુકામાં રાજ્યનો સૌથી વધુ 10.43 ઇંચ વરસાદ નોંધાયો રાજ્યમાં સિઝનનો કુલ સરેરાશ વરસાદ 61 ટકાથી વધુ, સૌથી વધુ ઉત્તર ગુજરાતમાં સીઝનનો 65 ટકા વરસાદ વરસ્યો ખેડાઃ ગુજ

છેલ્લા 24 કલાક દરમિયાન નડિયાદ તાલુકામાં રાજ્યનો સૌથી વધુ 10.43 ઇંચ વરસાદ નોંધાયો

રાજ્યમાં સિઝનનો કુલ સરેરાશ વરસાદ 61 ટકાથી વધુ, સૌથી વધુ ઉત્તર ગુજરાતમાં સીઝનનો 65 ટકા વરસાદ વરસ્યો

ખેડાઃ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા 24 કલાક દરમિયાન સાર્વત્રિક મેઘમહેર થઇ છે. ખાસ કરીને મધ્ય ગુજરાતમાં શ્રીકાર વરસાદ થયો છે. છેલ્લાં 24 કલાક દરમિયાન ખેડા જિલ્લામાં રાજ્યનો સૌથી વધુ સરેરાશ 6 ઇંચ કરતા પણ વધારે વરસાદ નોંધાયો છે. નડિયાદ તાલુકામાં રાજ્યનો સૌથી વધુ 10.43 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. અમદાવાદના દસ્ક્રોઈ તાલુકામાં પણ છેલ્લા 24 કલાકમાં 10 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.  

ગત 24 કલાકમાં ખેડાના મહેમદાબાદ તાલુકામાં 9 ઈંચથી વધુ, માતર તાલુકામાં 8 ઈંચથી વધુ, મહુધા તાલુકામાં 7 ઈંચથી વધુ, વાસો તાલુકામાં 6 ઈંચથી વધુ તેમજ કઠલાલ તાલુકમાં અને આણંદના ઉમરેઠ તાલુકામાં 5 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. અમદાવાદના સાણંદ, બાવળા અને ધોળકા તાલુકામાં પણ 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.    

ખેડાના ગળતેશ્વર અને ઠાસરા, ડાંગના વઘઈ અને સુબીર, આણંદના બોરસદ અને આણંદ, અરવલ્લીના ભિલોડા, બનાસકાંઠાના ભાભર, પંચમહાલના જાંબુઘોડા, છોટાઉદેપુરના બોડેલી, વડોદરાના દેસર તેમજ પાટણ જિલ્લાના પાટણ તાલુકામાં પણ છેલ્લા 24 કલાકમાં 3-3 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. રાજ્યના 14 તાલુકામાં 2 ઈંચથી વધુ, 48 તાલુકામાં 1 ઈંચથી વધુ જ્યારે, 112 તાલુકામાં 1 ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે. આમ, રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 31 જિલ્લાના 198 તાલુકામાં સરેરાશ એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ આજે તા. 28 જુલાઈ, 2025 ના રોજ સવારે 6.00 કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 61 ટકાથી વધુ નોંધાયો છે. જેમાં ઉત્તર ગુજરાત ઝોનમાં સૌથી વધુ 65 ટકા, કચ્છ ઝોનમાં 64 ટકાથી વધુ, દક્ષિણ ગુજરાત ઝોનમાં 63 ટકાથી વધુ, મધ્ય-પૂર્વ ગુજરાત ઝોનમાં 62 ટકા તેમજ સૌરાષ્ટ્ર ઝોનમાં સૌથી ઓછો 55 ટકા જેટલો વરસાદ નોંધાયો છે.  

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter