રાજકોટ: શહેરમાં સંબંધોને શર્મસાર કરતો એક કિસ્સો સામે આવ્યો છે. 12 વર્ષની બાળકી પર તેના પિતા દ્વારા છેલ્લા છ મહિનાથી જાતીય શોષણ અને બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે સગીર બાળકીની 35 વર્ષીય માતાએ રાજકોટના પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. આરોપી નેપાળનો રહેવાસી છે અને છેલ્લા ચાર વર્ષથી રાજકોટમાં તેની પત્ની અને ત્રણ બાળકો સાથે રહી રહ્યો હતો.
આરોપી સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરતો હતો, તેની પત્ની ગૃહિણી છે. પીડિતાને એક ભાઈ અને એક બહેન પણ છે. પોલીસ હ્યુમન અને ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરીને આરોપીને પકડવાનો પ્રયાસ કરી રહી છે. તપાસ અધિકારી ડી.એમ. હરિપુરાના જણાવ્યાં અનુસાર, મહિલાએ પોલીસને જણાવ્યું કે 25 જુલાઈના રોજ તેણે તેના પતિને તેની દીકરી સાથે છેડછાડ કરતા પકડ્યો હતો. જ્યારે તેણે બાળકીની પૂછપરછ કરી, ત્યારે તેને જાણવા મળ્યું કે તેના પિતાએ તેની સાથે વારંવાર જાતીય શોષણ કર્યું છે.
દીકરીએ જણાવ્યું કે જ્યારે તેની માતા ઘરે ન હતી. ત્યારે તેના પિતા તેની સાથે મારપીટ કરતા હતા. આ ખુલાસા બાદ પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો, જે દરમિયાન પત્નીએ પોલીસને જાણ કરવાની ધમકી આપી. ધરપકડના ડરથી આરોપી ઘરેથી ભાગી ગયો હતો. પોલીસ હાલ આરોપીની શોધખોળ કરી રહી છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/