+

અમદાવાદમાં સવારથી જ વરસાદી મોહાલ, નડિયાદમાં 10.43 ઈંચ પાણી પડ્યું

અમદાવાદઃ રાજ્યમાં ચોમાસાએ ફરી જમાવટ કરી છે. અમદાવાદમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે, શહેરમાં વરસી રહેલા ભારે વરસાદને પગલે પૂર્વ વિસ્તારમાં અનેક જગ્યાએ પાણી ભરાઈ જવાની સમસ્યા થઈ છે. વાહન ચાલકોને પણ

અમદાવાદઃ રાજ્યમાં ચોમાસાએ ફરી જમાવટ કરી છે. અમદાવાદમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે, શહેરમાં વરસી રહેલા ભારે વરસાદને પગલે પૂર્વ વિસ્તારમાં અનેક જગ્યાએ પાણી ભરાઈ જવાની સમસ્યા થઈ છે. વાહન ચાલકોને પણ પાણી ભરાયેલા રસ્તાઓમાંથી પસાર થવું મુશ્કેલ બની રહ્યું છે. શહેરના વિરાટનગર, રામોલ, મણીનગર, ઓઢવ, નિકોલ, શાહપુર શાહીબાગ, અસારવા, જમાલપુર, રાણીપ, ચાંદલોડિયા, ગોતા એસજી હાઇવે, સાયન્સ સિટી, ન્યુ રાણીપ, જગતપુર, વસ્ત્રાપુર, ઉસ્માનપુરા, પાલડી, વાસણા, આશ્રમરોડ, ઇન્કમટેક્સ, વાડજ સહિતના વિસ્તારોમાં સારો એવો વરસાદ પડ્યો છે. જ્યારે નરોડા, સૈજપુર, એરપોર્ટ, સરદારનગર, કુબેરનગર, કઠવાડા, વટવા, ચાંદખેડા, મોટેરા, સાબરમતી, સરખેજ, શ્યામલ, પ્રહલાદનગર, આનંદનગર સહિતના વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડ્યો હતો.

નડિયાદમાં 11 ઈંચ જેટલો વરસાદ ખાબકતાં પાણી પાણી થઈ ગયું હતું. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આકંડા પ્રમાણે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 193 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જે મુજબ નડિયાદમાં 24 કલાકમાં 10.43 ઈંચ વરસાદ નોંધાયો હતો. અમદાવાદના દસક્રોઈ તાલુકામાં 10.30 ઈંચ વરસાદ નોંધાયો હતો. ઉપરાંત ખેડાના મહેમદાવાદમાં 9.37 ઈંચ, માતરમાં 8 ઈંચ, મહુઘામાં 7 ઈંચ, વસોમાં 6.22 ઈંચ, કઠલાલમાં 5.31 ઈંચ વરસાદ વરસ્યો હતો. 

હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અપર એર સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે, અને ટ્રફ લાઈન પણ પસાર થઈ રહી છે. એ સિવાય વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ પણ સક્રિય થવાથી રાજ્યમાં સાર્વત્રિક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આગામી 5 દિવસ 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. આગામી 5 દિવસ માછીમારો માટે દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. 

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter