+

Filmfare Awards 2024: શાહરૂખ ખાનની જવાન-પઠાણને પાછળ છોડી સામ બહાદુર રહી આગળ, એનિમલે મારી બાજી

ગાંધીનગરઃ ગુજરાતમાં શનિવારે 69મો ફિલ્મફેર એવોર્ડ સમારોહ યોજાયો હતો. વીકી કૌશલ અને ફાતિમા સના શેખ સ્ટારર ફિલ્મ સામ બહાદુરે બેસ્ટ સાઉન્ડ ડિઝાઈનિંગ, બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઈન અને બેસ્ટ પ્રોડક્શન ડિઝાઈનની શ્

ગાંધીનગરઃ ગુજરાતમાં શનિવારે 69મો ફિલ્મફેર એવોર્ડ સમારોહ યોજાયો હતો. વીકી કૌશલ અને ફાતિમા સના શેખ સ્ટારર ફિલ્મ સામ બહાદુરે બેસ્ટ સાઉન્ડ ડિઝાઈનિંગ, બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઈન અને બેસ્ટ પ્રોડક્શન ડિઝાઈનની શ્રેણીમાં ત્રણ એવોર્ડ જીત્યા હતા. અપારશક્તિ ખુરાના અને કરિશ્મા તન્નાએ 69મા ફિલ્મફેર એવોર્ડ્સ કર્ટેન રાઇઝર સમારોહનું આયોજન કર્યું હતું. દરમિયાન વિજેતાઓની જાહેરાત કરવામાં આવી હતી અને શ્રેષ્ઠ ફિલ્મ, શ્રેષ્ઠ દિગ્દર્શક, સિનેમેટોગ્રાફી, સ્ક્રિપ્ટ, કોસ્ચ્યુમ અને એડિટિંગ સહિત ઘણી શ્રેણીઓમાં પુરસ્કારો આપવામાં આવ્યાં હતા.

'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'ના ગીત 'વોટ ઝુમકા' માટે ગણેશ આચાર્યને બેસ્ટ કોરિયોગ્રાફીનો એવોર્ડ મળ્યો હતો. '12મી ફેલ'ને બેસ્ટ એડિટિંગનો એવોર્ડ મળ્યો હતો. શાહરૂખ ખાનની ફિલ્મ જવાનને બેસ્ટ સ્પેશિયલ ઈફેક્ટ્સ (વિઝ્યુઅલ) અને બેસ્ટ એક્શન માટે એવોર્ડ મળ્યાં હતા. 'એનિમલ'ને બેસ્ટ બેકગ્રાઉન્ડ મ્યુઝિકનો એવોર્ડ મળ્યો. એનિમલ’ અને ‘સેમ બહાદુર’ને સંયુક્ત રીતે બેસ્ટ સાઉન્ડ ડિઝાઇનનો એવોર્ડ મળ્યો હતો.

69મા ફિલ્મફેર પુરસ્કારોની યાદી:

બેસ્ટ સાઉન્ડ ડિઝાઇન- કુણાલ શર્મા 'સેમ બહાદુર' અને સિંક સિનેમા માટે 'એનિમલ'

બેસ્ટ બેકગ્રાઉન્ડ સ્કોર- 'એનિમલ' માટે હર્ષવર્ધન રામેશ્વર

બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન - સુબ્રત ચક્રવર્તી અને અમિત રે 'સામ બહાદુર' માટે

શ્રેષ્ઠ VFX - 'જવાન' માટે રેડ ચિલીઝ VFX

બેસ્ટ એડિટિંગ - જસકુંવર સિંહ કોહલી અને વિધુ વિનોદ ચોપરા '12મી ફેલ' માટે

બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇન - સચિન લવલેકર, દિવ્યા ગંભીર અને નિધિ ગંભીર 'સામ બહાદુર' માટે

સર્વશ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી - અવિનાશ અરુણ ધાવરે 'થ્રી ઓફ યુ' માટે

શ્રેષ્ઠ કોરિયોગ્રાફી - 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'માંથી 'વોટ ઝુમકા' માટે ગણેશ આચાર્ય

બેસ્ટ એક્શન - સ્પિરો રઝાટોસ, એનેલ અરાસુ, ક્રેગ મેકક્રે, યાનિક બેન, કેચા ખામફકડી અને સુનીલ રોડ્રિગ્ઝ 'જવાન' માટે

બેસ્ટ એક્ટર, બેસ્ટ એક્ટ્રેસ અને બેસ્ટ ડાયરેક્ટર જેવી લોકપ્રિય અને વિવેચક બંને શ્રેણીઓ માટેના એવોર્ડની જાહેરાત 28 જાન્યુઆરીએ કરવામાં આવશે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

facebook twitter