PM મોદીનો આજે રોડ શો, UAEના રાષ્ટ્રપતિ પણ હશે તેમની સાથે, ગાંધીનગરમાં ગ્લોબલ સમિટનું કરશે ઉદ્ઘઘાટન

09:48 AM Jan 09, 2024 | gujaratpost

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો-2024નું ઉદ્ઘઘાટન કરશે, જેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. PM મોદીના કાર્યક્રમ વિશે માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું કે વડાપ્રધાન અને UAEના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ઉદ્ઘઘાટન ના એક દિવસ પહેલા સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટની બહાર રોડ શો કરશે. એરપોર્ટ પર UAE પ્રમુખનું સ્વાગત કર્યાં બાદ સાંજે ત્રણ કિલોમીટર લાંબો રોડ શો શરૂ થશે.અમદાવાદથી ગાંધીનગરને જોડતા ઈન્દિરા બ્રિજ ખાતે રોડ શોનું સમાપન થશે. બ્રિજ સર્કલથી બંને નેતાઓ ગાંધીનગર જવા રવાના થશે.

પોલીસ જવાનો સુરક્ષા વ્યવસ્થામાં ગોઠવાયા

 

પોલીસ અધિકારીએ કહ્યું કે ભારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. PM મોદી બુધવારે ગાંધીનગરમાં મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર ખાતે VGGSની 10મી આવૃત્તિનું ઉદ્ઘઘાટન કરવાના છે. PMOએ જણાવ્યું કે, PM મોદી 8 થી 10 જાન્યુઆરી સુધી ગુજરાતની તેમની ત્રણ દિવસીય મુલાકાત દરમિયાન વિશ્વના નેતાઓ અને ટોચના વૈશ્વિક કોર્પોરેશનોના સીઈઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે.

ગાંધીનગરમાં ગુજરાત ગ્લોબલ સમિટ

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી આવૃત્તિ 10 થી 12 જાન્યુઆરી, 2024 દરમિયાન ગુજરાતના ગાંધીનગરમાં યોજાઈ રહી છે. તેની થીમ 'ગેટવે ટુ ધ ફ્યુચર' છે. આ આવૃત્તિ 'વાયબ્રન્ટ ગુજરાતના 20 વર્ષ સફળતાના શિખર તરીકે' ઉજવશે. આ વર્ષની સમિટ માટે 34 ભાગીદાર દેશો અને 16 ભાગીદાર સંગઠનો છે.અનેક કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરવા ઉત્સુક દેખાઇ રહી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post