+

આફ્રિકાના સ્વાઝિલેન્ડમાં ભરૂચના પરિવારને થયો ગમખ્વાર અકસ્માત, કારનું પડીકું વળી જતા 3 લોકોનાં મોત

આફ્રિકાના સ્વાઝિલેન્ડમાં ગુજરાતી પરિવારને થયો કાર અકસ્માત એક જ પરિવારના 3 લોકોનાં મોતથી શોકનો માહોલ પરિવાર ભરૂચ જીલ્લાના મનુબર ગામનો રહેવાસી હતો ભરૂચઃ આફ્રિકાના સ્વાઝિલેન્ડમાં ગુજરાતી પરિવારન

આફ્રિકાના સ્વાઝિલેન્ડમાં ગુજરાતી પરિવારને થયો કાર અકસ્માત

એક જ પરિવારના 3 લોકોનાં મોતથી શોકનો માહોલ

પરિવાર ભરૂચ જીલ્લાના મનુબર ગામનો રહેવાસી હતો

ભરૂચઃ આફ્રિકાના સ્વાઝિલેન્ડમાં ગુજરાતી પરિવારને કાર અકસ્માત નડતા એક જ પરિવારના 3 લોકોનાં મોત થયા છે. આ પરિવાર ભરૂચ જિલ્લાના મનુબર ગામનો રહેવાસી હતો. 3 સભ્યોનાં મોતથી પરિવારમાં વાતાવરણ ગમગીન બની ગયું છે

ભરૂચ જિલ્લાના મનુબર ગામના રહેવાસી ઇલ્યાસ પટેલ પોતાના પરિવાર સાથે આફ્રિકામાં રહેતા હતા. ઇલ્યાશભાઇ પોતાના બે સંતાનો સાથે એક મિત્રના ઘરે જતા હતા, તે સમયે આ અકસ્માત સર્જાયો હતો.કારમાં સવાર પિતા ઇલ્યાસ પટેલ, 16 વર્ષીય પુત્ર મોહમ્મદ પટેલ અને 13 વર્ષીય પુત્રી મુસ્કાનનું મોત થયું છે.

છેલ્લા 25 વર્ષથી આ પરિવાર આફ્રિકાના સ્વાઝિલેન્ડમાં સ્થાયી થયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે કારનું પડીકું વળી ગયું હતું. હાલમાં સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે અને ગુજરાતમાં રહેતા તેમના પરિવારજનોને અકસ્માતની જાણ કરી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

facebook twitter