દેવ ભૂમિ દ્વારકાઃ ફરી એક વખત ગુજરાત એસીબીને મોટી સફળતા મળી છે, આ વખતે ઇન્કમટેક્સ વિભાગના અધિકારી લાંચ લેતા ઝડપાઇ ગયા છે, સુનિલકુમાર અરવિંદકુમાર મીના, ઇન્કમટેક્ષ ઇન્સ્પેક્ટર, ઇન્કમટેક્ષ કચેરી દ્વારકા, વર્ગ-3 રૂપિયા 3 હજારની લાંચ લેતા ઝડપાઇ ગયા છે.
આરોપી અધિકારીએ ઇન્કમટેક્સ કચેરી દ્વારકામાં લાંચ લીધી અને એસીબીએ તેમને રંગેહાથ ઝડપી લીધા હતા. ફરિયાદીનું પાનકાર્ડ ખોવાઇ જતા તેમને નવા પાનકાર્ડ માટે ઓનલાઇન અરજી કરી હતી, તે દરમિયાન જૂનું પાનકાર્ડ મળી આવ્યું હતુ, જેથી નિયમ મુજબ બે પાનકાર્ડ રાખવાથી જેલની સજા અને પેનલ્ટી થશે તેવું અધિકારી ફરિયાદીને જણાવીને દમ માર્યો હતો અને 10 હજાર પેનલ્ટી ભરવા કરતા 3 હજાર રૂપિયા મને આપી દે તેવો દમ માર્યો હતો.
ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કરીને ફરિયાદ આપી હતી, જેમાં એસીબીના લાંચના છટકામાં આ સરકારી બાબુ ઝડપાઇ ગયા છે. આવા લાંચિયાઓને તમે પણ ન છોડતા, જો તમારી પાસે કોઇ લાંચની માંગણી કરે છે તો તમે પણ એસીબીનો સંપર્ક કરીને ન્યાય માંગી શકો છો.
ટ્રેપીંગ ઓફીસરઃઆર.એન.વિરાણી,
પો.ઇન્સ. ઇન્ચા.દેવભૂમી દ્રારકા એ.સી.બી. પો.સ્ટે. તથા દેવભૂમી દ્રારકા, જામનગર સ્ટાફ
સુપરવિઝન ઓફીસરઃ કે.એચ.ગોહિલ,
મદદનીશ નિયામક, ઇ.ચા.એ.સી.બી. રાજકોટ એકમ, રાજકોટ
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/