+

સુરતમાં પાટીદાર શિક્ષિકાના આપઘાત મામલે થયો મોટો ખુલાસો, મૃતકના પિતાને પણ આપી હતી ધમકી

સુરતઃ શહેરના કતારગામ વિસ્તારમાં રહેતી 19 વર્ષીય પાટીદાર શિક્ષિકાએ ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. દીકરીએ આપઘાત કર્યા બાદ પિતા સહિતના પરિવારજનોએ યુવક દ્વારા ત્રાસ અપાતો હોવાનો આક્ષેપ કર્યો હતો.

સુરતઃ શહેરના કતારગામ વિસ્તારમાં રહેતી 19 વર્ષીય પાટીદાર શિક્ષિકાએ ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. દીકરીએ આપઘાત કર્યા બાદ પિતા સહિતના પરિવારજનોએ યુવક દ્વારા ત્રાસ અપાતો હોવાનો આક્ષેપ કર્યો હતો. જેથી પિતાએ દીકરીને આપઘાત કરવા માટે મજબૂર કરનાર યુવક અને તેના પિતા વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવ્યો હતો. જેથી સિંગણપોર પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી

કતારગામના નાનીવેડ વિસ્તારમાં આવેલા વિધિ પેલેસ એપાર્ટમેન્ટમાં બીજા માળે મૃતક નેનુ રજનીભાઈ વાવડીયા પરિવાર સાથે રહેતી હતી. પિતા બાંધકામનો કામધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની 19 વર્ષીય દીકરી નેનુ છેલ્લા બે વર્ષથી આંબા તલાવડી એવલોન બિલ્ડીંગની બાજુમાં આવેલ તાના ટ્યુશન કલાસીસમાં આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતી હતી.

આ યુવક તેના ટયુશન કલાસ પર છેલ્લા ઘણા સમયથી આવીને તેની સાથે મિત્રતા કેળવવા બળજબરીપૂર્વક પ્રયાસો કરતો હતો અને પીછો કરતો હતો. ઉપરાંત તેનો મોબાઈલ નંબર મેળવી ફોન કરીને પરેશાન કરતો હતો. જે બાદ યુવતીએ તેના પિતાને વાત કરી હતી. યુવતીના પિતાએ યુવકના પિતાને ફોન કરીને તેમનો દીકરો મારી દીકરીને પરેશાન કરે છે તે બાબતેની વાત કરી હતી. જેથી તેના પિતા ઉગ્ર ભાષામાં વાત કરવા લાગ્યા હતા અને મૃતકના પિતાને અપશબ્દો બોલવા લાગ્યા હતા. તેમણે અમારી સાથે ખોટી વાત ન કરો તેમજ તમારે થાય એ કરી લેજો કહ્યું હતું. ઉપરાંત બહું વધારે નહી બોલવાનું અમે મર્ડર કરી નાખીએ એવા માણસો છીએ કહીને ફોન મૂકી દીધો હતો.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter