ભાવનગરઃ તળાજાના પાવઠી ગામે કારમાં ગૂંગળામણ થતા બે બાળકોનાં મોત થયા છે. કારમાં રમતા લોક અચાનક બંધ થઈ જતાં આ ઘટના બની હતી. તળાજા રેફરલ હોસ્પિટલમાં લાવવામાં આવતા બંનેને તબીબે મૃત જાહેર કર્યા હતા. બંને બાળકોના મોતથી પરિવારમાં શોકનું મોજું ફળી વળ્યું હતું.
ભાવનગરના તળાજા તાલુકાના પાવઠી ગામે દિપક જયસુખભાઈ સોઢાતર ભાડાના મકાનમાં રહે છે. તેમની ધો.1 માં અભ્યાસ કરતી દીકરી તન્વી (ઉ.વ-6) અને ગામની આંગણવાડીમાં જતો દીકરો હિત (ઉ.વ-4) મકાન માલિકની ફોર વ્હિલરમાં રમતા હતા અને કારમાં લોક બંધ થઇ જતા ગુંગળામણથી મોત થયા હતા. બપોર બાદ રમવા નીકળેલ બાળકો સાંજ સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. જ્યાં મકાન માલિકની કારમાં બેભાન હાલતમાં મળી આવ્યા હતા.
બંનેને તળાજા સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવતા ફરજ પર હાજર ડૉક્ટરે મૃત જાહેર કર્યા હતા. આ સમાચારથી પરિવારમા આકંદ ફેલાઈ ગયો હતો. દિપક જયસુખભાઈ સોઢાતર પીથલપુર ગામે રત્નકલાકાર તરીકે કામ કરતા હતા. બટુકભાઈ હમીરભાઈ ઝીંઝાળાના મકાનમાં ભાડેથી રહે છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/