+

ચેતવણી જનક કિસ્સોઃ જેતપુરમાંથી વિધર્મી યુવક યુવતીનું અપહરણ કરીને હૈદરાબાદ લઈ ગયો, નિકાહ કરી અત્યાચાર ગુજાર્યો - Gujarat Post

રાજકોટઃ જેતપુરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. જેતપુરમાં એક હિન્દુ યુવતીનું વિધર્મી શખ્સે મિત્રોની મદદથી અપહરણ કરી હૈદરાબાદ લઈ જઈ બંનેના આધારકાર્ડમાં છેડછાડ કરી લગ્ન કરી લીધાં હતા. બાદમાં જેતપ

રાજકોટઃ જેતપુરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. જેતપુરમાં એક હિન્દુ યુવતીનું વિધર્મી શખ્સે મિત્રોની મદદથી અપહરણ કરી હૈદરાબાદ લઈ જઈ બંનેના આધારકાર્ડમાં છેડછાડ કરી લગ્ન કરી લીધાં હતા. બાદમાં જેતપુર આવી વિધિવત નિકાહ કરીને ઘરમાં જ ગોંધી રાખી હતી, યુવતી પર મુસ્લિમ ધર્મનું પાલન કરવા દબાણ કરતા હતા. યુવતીએ મોકો જોઈને સ્નેપચેટથી માતાને મેસેજ કરી દીધો હતો જેના પગલે યુવતીની માતા પુત્રીને છોડાવી લાવી હતી. ઘટના અંગે અપહરણકર્તા યુવક, તેના ભાઈ બહેન મિત્રો સહિત સાત લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

વિધર્મી શખ્સ જેતપુરમાં રહેતી હિન્દુ યુવતીના ઘરે તેના કાકાના દીકરા સાથે આવતો જતો હતો. અને યુવતીને બહેન તરીકે સંબોધતા ગોંડલ દરવાજા, મદીના મરજીદ પાસે રહેતા રીઝવાન ઉર્ફે રિઝઝૂ સલીમભાઈ ખેડારાએ કોઇ પણ રીતે યુવતીના ફોન નંબર મેળવી લીધો હતો અને રીઝવાને કોલ કર્યો હતો અને એ સમયે યુવતીને સ્પીકર પર ફોન રાખી રીઝવાનને ચોખ્ખું પરખાવ્યું હતું કે તું મુસ્લિમ છે એટલે મારે લગ્ન નથી કરવા તેમ કહી કોલ કટ કરી નાખ્યો હતો. થોડીવાર પછી રીઝવાન તેમના બે મિત્રો રહીમ ઉર્ફે બાબુ તરખેશા અને સમીર ઉર્ફે ભૂરો કુરેશી એમ ત્રણ શખ્સ કારમાં ધસી આવ્યા હતા. ધમકાવી રાજકોટ અને બાદમાં હૈદરાબાદ લઇ ગયા હતા. ત્યાં નિકાહ બાદ રીઝવાન હૈદરાબાદથી 60 કિમી દૂર સાધનગર લઈ ગયો હતો ત્યાં એક ફ્લેટ ભાડે રાખી દીધો હતો. ત્યાં બાર દિવસ રહ્યા બાદ યુવતીને હૈદરાબાદ લાવવામાં આવી હતી.

ત્યારબાદ રીઝવાન જેતપુર લઈ આવ્યો હતો અને તેની બહેન અજરા, મોટો ભાઈ હસન યુવતીને નમાજ પઢવાનું, કલમા પઢવાનું બુરખો પહેરવાનું દબાણ કરવા લાગ્યા હતાં .તેમજ જેતપુરમાં પરાણે નિકાહ કરાવ્યા હતા. એ પછી સ્નેપચેટ એપથી માતાને સઘળી હકીકત જણાવી દીધી હતી. યુવતીને રીઝવાનની ચુંગાલમાંથી છોડાવી હતી. 

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter