સ્થળાંતર કરી રહેલા લોકોને લઇને જતું જહાજ દરિયામાં ડૂબી ગયું
અંદાજે 150 લોકો આ જહાજમાં સવાર હતા
ગામ્બિયાઃ પશ્વિમ આફ્રિકામાં એક મોટી દુર્ઘટનામાં અંદાજે 70 જેટલા લોકોનાં મોત થયા હોવાના સમાચાર સામે આવ્યાં છે. ગામ્બિયાના વિદેશ મંત્રાલયે આ માહિતી આપી છે, સ્થળાંતર કરી રહેલા લોકો એક જહાજમાં સવાર હતા અને આ જહાજ ડૂબી જતા તેમાં સવાર 70 જેટલા લોકોના મોત થઇ ગયા છે.
આ બોટમાં 150 જેટલા મુસાફરો સવાર હતા, જ્યારે આ જહાજ ગોમ્બિયાથી મૌરિટાનીયા જઇ રહ્યું હતુ ત્યારે દરિયામાં ડૂબી ગયું હતુ, કેટલાક લોકોને બચાવી લેવામાં આવ્યાં છે.
નોંધનિય છે કે આ રૂટ પર પહેલા પણ આવી જહાજ દુર્ઘટનામાં અનેક લોકોનાં મોત થયા હતા અને હવે વધુ એક દુર્ઘટના થઇ છે.