+

અમદાવાદ એરપોર્ટ પર 4 કરોડ રૂપિયાના હાઇબ્રિડ ગાંજા સાથે બે લોકોની ધરપકડ

અમદાવાદઃ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર CID ક્રાઇમ અને નાર્કોટિક્સ સેલની ટીમે સંયુક્ત કામગીરી કરીને બે શંકાસ્પદોને ઝડપી લીધા છે. આ મુસાફરોની બેગની તપાસ કરતા હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો. આ કામગીરી દર

અમદાવાદઃ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર CID ક્રાઇમ અને નાર્કોટિક્સ સેલની ટીમે સંયુક્ત કામગીરી કરીને બે શંકાસ્પદોને ઝડપી લીધા છે. આ મુસાફરોની બેગની તપાસ કરતા હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો. આ કામગીરી દરમિયાન બે આરોપી સિમોન બિલિયમ અને નિતેશ્વરી રતનલાલની ધરપકડ કરવામાં આવી છે.

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સીઆઇડી ક્રાઇમ, કસ્ટમ્સ વિભાગ અને નાર્કોટિક્સ સેલને બાતમી મળી હતી કે બેંગકોકથી આવતી ફ્લાઇટમાં ડ્રગ્સ લવાઇ રહ્યું છે. તે દરમિયાન સિમોન બિલિયમ અને નિતેશ્વરી રતનલાલની બેગમાંથી છુપાવેલ હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત 4 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે.

આરોપીઓ આ ડ્રગ્સ બેંગકોકથી લાવ્યાં હતા અને દેશના અન્ય શહેરોમાં વેંચવાની ફિરાકમાં હતા, આ રેકેટમાં હજુ કયા ડ્રગ્સ માફિયાઓ છે તેની એજન્સીઓ તપાસ કરી રહી છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter