+

કચ્છમાં મોટો રોડ અકસ્માત, ટ્રેલરમાંથી કન્ટેનર પડ્યું અને નીચે કચડાઈ જતા ત્રણ યુવાનોનાં મોત

કચ્છઃ જિલ્લામાં એક મોટા રોડ અકસ્માતમાં ત્રણ યુવાનોનાં મોત થયા છે. મુન્દ્રા-અંજાર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ખેડોઈ ગામ નજીક એક ટ્રેલરનું કન્ટેનર અચાનક રસ્તા પર સરકી પડ્યું હતુ. તે જ સમયે હાઇવે પર

કચ્છઃ જિલ્લામાં એક મોટા રોડ અકસ્માતમાં ત્રણ યુવાનોનાં મોત થયા છે. મુન્દ્રા-અંજાર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ખેડોઈ ગામ નજીક એક ટ્રેલરનું કન્ટેનર અચાનક રસ્તા પર સરકી પડ્યું હતુ. તે જ સમયે હાઇવે પરથી પસાર થઈ રહેલું એક એક્ટિવા સ્કૂટર તેની નીચે આવી ગયું. કન્ટેનરની ટક્કરથી એક્ટિવા પર સવાર ત્રણ યુવાનોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતા.

અકસ્માત એટલો ઝડપથી થયો કે યુવાનોને બચવાની કોઈ તક મળી નહીં. કન્ટેનર સ્કૂટર પર પડતાની સાથે જ ત્રણેય યુવાનો કચડાઈ ગયા અને ઘટના સ્થળે જ મોત થયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે રસ્તા પર લોહી છલકાઈ ગયું હતું અને શરીરના ભાગો વેરવિખેર થઈ ગયા હતા. નજીકમાં હાજર લોકોએ તાત્કાલિક પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી. 

સ્થાનિક પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહોને બહાર કાઢ્યાં હતા અને પોસ્ટમોર્ટમ માટે અંજારની સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યાં હતા. મૃતકોમાં એકનું નામ અભિષેક અને બીજાનું નામ નૈતિક છે.જ્યારે ત્રીજા વ્યક્તિની ઓળખ હાલમાં કરવામાં આવી રહી છે.

પોલીસે ટ્રેલર ચાલક અને માલિક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. શરૂઆતની તપાસમાં એવું માનવામાં આવી રહ્યું છે કે કન્ટેનર યોગ્ય રીતે ફિટ ન થવાને કારણે આ અકસ્માત થયો હતો. હાલમાં વાહન જપ્ત કરવામાં આવ્યું છે અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. 

આ ઘટનાથી સ્થાનિક લોકોમાં રોષ છે. લોકોનું કહેવું છે કે હાઇવે પર ભારે વાહનોની બેદરકારી સતત અકસ્માતોને જન્મ આપી રહી છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter