નવી દિલ્હીઃ મંગળવારે સવારે આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજના ઘરે EDએ દરોડા પાડ્યાં હતા. હોસ્પિટલ બાંધકામ કૌભાંડ કેસમાં EDના દરોડા પાડવામાં આવ્યાં છે. આ કેસમાં પૂર્વ આરોગ્ય પ્રધાન સૌરભ ભારદ્વાજ અને સત્યેન્દ્ર જૈનની તપાસ ચાલી રહી છે. ED એ આ અંગે પોતાનો ECIR દાખલ કર્યો હતો.
જાણો શું છે આખો મામલો
આ હોસ્પિટલ બાંધકામ કૌભાંડ લગભગ 5,590 કરોડ રૂપિયાનું છે. 2018-19માં દિલ્હી સરકારે 24 હોસ્પિટલોના નિર્માણ માટે રૂ. 5,590 કરોડના પ્રોજેક્ટ્સને મંજૂરી આપી હતી. ICU હોસ્પિટલ 6 મહિનામાં બનાવવાની હતી, પરંતુ 3 વર્ષ પછી પણ કામ અધૂરું રહ્યું. તેમાંના ઘણા પ્રોજેક્ટ્સમાં ગંભીર ગેરરીતિઓનો આરોપ મૂકવામાં આવ્યો છે.
- પ્રોજેક્ટ 6 મહિનામાં પૂર્ણ થવાના હતા, પરંતુ 3 વર્ષ પછી પણ મોટાભાગનું કામ અધૂરું છે.
- 800 કરોડ ખર્ચવા છતાં, માત્ર 50 ટકા કામ પૂર્ણ થયું.
- LNJP હોસ્પિટલનો ખર્ચ 488 કરોડ રૂપિયાથી વધીને 1,135 કરોડ રૂપિયા થયો, કોઈ નક્કર પ્રગતિ વિના.
- ઘણી જગ્યાએ મંજૂરી વિના બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું અને કોન્ટ્રાક્ટરોની ભૂમિકા શંકાસ્પદ જણાઈ હતી.
- હોસ્પિટલ ઇન્ફર્મેશન મેનેજમેન્ટ સિસ્ટમ (HIMS) 2016 થી પેન્ડિંગ છે, જેમાં ઇરાદાપૂર્વક વિલંબ થયો હોવાનો આરોપ છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/