રિવરફ્ન્ટ પર પાણી જોવા લોકો ઉમટ્યાં
અમદાવાદ: ઉત્તર ગુજરાતમાં પડી રહેલા ભારે વરસાદને કારણે ધરોઈ ડેમમાં પાણીની આવક વધી છે, જેને પગલે ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. આજે, 25 ઓગસ્ટના રોજ પણ ધરોઈ ડેમમાંથી 64500 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. આ કારણે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા રિવરફ્રન્ટનો લોઅર પ્રોમિનાડ નાગરિકો માટે ફરી એકવાર બંધ કરી દેવામાં આવ્યો છે.
ગઈકાલે, 24 ઓગસ્ટના રોજ સુભાષબ્રિજ નજીકનો લોઅર પ્રોમિનાડ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જોકે, આજે વહેલી સવારથી પાણી ઓસરતા રિવરફ્રન્ટ કોર્પોરેશન દ્વારા સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી હતી. વરસાદી પાણીની સાથે તણાઈને આવેલો કચરો, ઘાસ અને અન્ય કચરો રિવરફ્રન્ટના લોઅર પ્રોમિનાડ પરથી દૂર કરીને સફાઈ કરવામાં આવી રહી છે. શાહીબાગ, ડફનાળાથી લઈને સુભાષબ્રિજ રેલવેબ્રિજ સુધી સફાઈની કામગીરી સતત ચાલી રહી છે.
સુરક્ષાને ધ્યાનમાં રાખીને, લોઅર પ્રોમિનાડમાં કોઈ પણ વ્યક્તિને જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ માટે સિક્યુરિટી ગાર્ડ્સ અને પોલીસ પેટ્રોલિંગ પણ ગોઠવવામાં આવ્યું છે. આ અંગે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનના કોન્ટ્રાક્ટર્સ, બુલેટ ટ્રેનના કોન્ટ્રાક્ટર્સ, બોટિંગ અને ફ્લોટિંગ રેસ્ટોરન્ટ એજન્સીઓ, સિક્યુરિટી એજન્સીઓ અને પોલીસ પ્રશાસનને જાણ કરી દેવામાં આવી છે. જ્યાં સુધી પાણીનું સ્તર સામાન્ય ન થાય ત્યાં સુધી લોઅર પ્રોમિનાડ બંધ રહેશે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/