+

તમે ભારતના પીએમ છો કે ચીનના રાષ્ટ્રપતિ..., નાટો ચીફની રશિયન તેલ ખરીદી પર 100% ટેરિફ લાદવાની આપી ધમકી

વોંશિગ્ટનઃ સાંભળો... જો તમે ચીનના રાષ્ટ્રપતિ છો, ભારતના વડા પ્રધાન છો અથવા બ્રાઝિલના રાષ્ટ્રપતિ છો, અને તમે હજુ પણ રશિયનો સાથે વ્યવસાય કરી રહ્યા છો અને તેમનું તેલ અને ગેસ ખરીદી રહ્યા છો, તમારે સમ

વોંશિગ્ટનઃ સાંભળો... જો તમે ચીનના રાષ્ટ્રપતિ છો, ભારતના વડા પ્રધાન છો અથવા બ્રાઝિલના રાષ્ટ્રપતિ છો, અને તમે હજુ પણ રશિયનો સાથે વ્યવસાય કરી રહ્યા છો અને તેમનું તેલ અને ગેસ ખરીદી રહ્યા છો, તમારે સમજવું જોઈએ કે જો મોસ્કોમાં બેઠેલી વ્યક્તિ શાંતિ મંત્રણાને ગંભીરતાથી નહીં લે, તો હું 100 ટકા ગૌણ પ્રતિબંધો લાદીશ.

આ ધમકીભરી ભાષા વિશ્વના સૌથી શક્તિશાળી દેશોના સંગઠન નાટો ચીફ માર્ક રુટેની છે. બિન-રાજદ્વારી પરિભાષાનો ઉપયોગ કરીને તેમણે ભારત, બ્રાઝિલ અને ચીનને રશિયા સાથે વેપાર ન કરવાની સલાહ આપી છે. નાટોના સેક્રેટરી જનરલ માર્ક રુટે મંગળવારે ચેતવણી આપી હતી કે જો બ્રાઝિલ, ચીન અને ભારત જેવા દેશો રશિયા સાથે વેપાર ચાલુ રાખશે તો તેમને અમેરિકા દ્વારા ગૌણ પ્રતિબંધોનો સામનો કરવો પડી શકે છે. 

બુધવારે યુએસ સેનેટરો સાથેની બેઠક દરમિયાન તેમણે આ વાત કહી હતી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેન માટે નવા શસ્ત્રોની જાહેરાત કર્યાના એક દિવસ પછી અને રશિયા પાસેથી માલ ખરીદતા દેશો પર કડક ટેરિફ લાદવાની ધમકી આપ્યાના એક દિવસ પછી જ તેમણે આ વાત કહી હતી. માર્ક રુટે કહ્યું છે કે આ દેશોએ યુક્રેન સાથે યુદ્ધવિરામ માટે પુતિન પર દબાણ લાવવું જોઈએ. 

રુટેએ કહ્યું આ ત્રણ દેશોને મારો ખાસ પ્રોત્સાહન એ છે કે જો તમે બેઇજિંગ કે દિલ્હીમાં રહો છો, અથવા બ્રાઝિલના રાષ્ટ્રપતિ છો, તો તમારે આ વાત પર ધ્યાન આપવું જોઈએ, કારણ કે તે તમને ખૂબ અસર કરી શકે છે. તો વ્લાદિમીર પુતિનને ફોન કરો અને તેમને કહો કે તેમણે શાંતિ વાટાઘાટા પ્રત્યે ગંભીર બનવું પડશે, નહીં તો બ્રાઝિલ, ભારત અને ચીન માટે તેના મોટા પ્રતિકૂળ પરિણામો આવશે. 

નોંધનીય છે કે ટ્રમ્પે રશિયા વિરુદ્ધ યુક્રેનને શસ્ત્રોનો નવો જથ્થો મોકલવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે એવી પણ ધમકી આપી છે કે જો રશિયા 50 દિવસમાં શાંતિ કરાર માટે સંમત નહીં થાય, તો અમેરિકા રશિયન તેલ ખરીદનારા દેશો પર 100 ટકા ગૌણ ટેરિફ લાદશે. ટ્રમ્પે પોતાના નિવેદનમાં બ્રાઝિલ, ચીન કે ભારતનું નામ લીધું નથી. પરંતુ માર્ક રુટેએ ચિત્ર સ્પષ્ટ કર્યું છે. આ ત્રણ દેશો છે જેમણે 2022 માં પુતિનની સેના દ્વારા યુક્રેન પર આક્રમણ કર્યા પછી રશિયન તેલ અને પેટ્રોલિયમ ઉત્પાદનો ખરીદવાનું ચાલુ રાખ્યું છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter