(file photo)
અમદાવાદઃ 4 વર્ષ બાદ યોજાવા જઈ રહેલી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને સફળ બનાવવા સરકાર કમર કસી રહી છે. જેના ભાગરૂપે ખુદ પીએમ મોદી આજે સાંજે ગુજરાત આવી રહ્યાં છે. મોદી આજે સાંજે 8 વાગ્યાની આસપાસ અમદાવાદ અરપોર્ટ પર ઉતરશે. આવતીકાલે પીએમ મોદી યુએઈના પ્રેસિડેન્ટ મોહમ્મદ બિન ઝાયેદ સાથે અમદાવાદ એરપોર્ટથી રોડ શો કરીને ગાંધીઆશ્રમ જવાના હતા પરંતુ આ રૂટને યુએઈ પ્રેસિડેન્ટની સિક્યુરિટી દ્વારા ગ્રીન સિગ્નલ ન મળતાં રોડ શોનો રૂટ બદલાયો છે. હવે તેઓ અમદાવાદ એરપોર્ટથી ઈન્દિરા બ્રિજ સુધી રોડ શો કરશે.
વાઈબ્રન્ટ સમિટમાં 45 હજારથી વધુ ડેલિગેટ્સે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. હજારો કંપનીઓ ભાગ લઈ રહી છે.આવતીકાલે સવારે 9.45 કલાકે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું પીએમ ઉદ્ધઘાટન કરશે અને બપોરે 3 કલાકે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું પીએમ મોદીના હસ્તે ઉદ્ઘઘાટન થશે. સાંજે 5.45 કલાકે મોદી વિશ્વના ટોચના બિઝનેસ લીડર્સ સાથે ચર્ચા કરશે.
વાઈબ્રન્ટ સમિટના પગલે અમદાવાદ અને ગાંધીનગરમાં પોલીસના કાફલો ખડકી દેવામાં આવ્યો છે અને ઠેરઠેર રોશની કરવામાં આવી છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો