વાઈબ્રન્ટ સમિટમાં ભાગ લેવા પીએમ મોદી અમદાવાદ પહોંચ્યાં, એરપોર્ટ પર કરાયું સ્વાગત

09:43 AM Jan 09, 2024 | gujaratpost

(ફોટોઃસૌ-એએનઆઇ)

અમદાવાદઃ વાઇબ્રન્ટ સમિટને લઈને વડાપ્રધાન મોદી અમદાવાદ આવી પહોંચ્યાં છે.એરપોર્ટ ઉતરતાં તેમણે ટ્વિટ કરીને લખ્યું, થોડા સમય પહેલા અમદાવાદમાં ઉતર્યો. આગામી બે દિવસમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટ તેને લગતા કાર્યક્રમોમાં ભાગ લેવાનો છે. આ સમિટમાં  વિશ્વના અનેક નેતાઓ અમારી સાથે જોડાશે તે ખૂબ જ આનંદની વાત છે. મારા ભાઈ, મોહમ્મદ બિન ઝાયેદનું આવવું ખૂબ જ ખાસ છે. વાઈબ્રન્ટ ગુજરાત સમિટ સાથે મારો ખૂબ જ નજીકનો સંબંધ છે અને મને એ જોઈને આનંદ થાય છે કે કેવી રીતે આ પ્લેટફોર્મે ગુજરાતના વિકાસમાં ફાળો આપ્યો છે, ઘણા લોકો માટે તકો ઊભી કરી છે."

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ પહોંચ્યાં ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત ભાજપ પ્રમુખ સીઆર પાટીલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તેમનું સ્વાગત કર્યુ હતું. આગામી બે દિવસમાં પીએમ મોદી વાઈબ્રન્ટ ગુજરાત સમિટના કાર્યક્રમોમાં ભાગ લેશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post