બનાસકાંઠાઃ વાવ પેટા ચૂંટણીનો પ્રચાર ધીમે ધીમે જામી રહ્યો છે. ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પ્રચાર કરી રહ્યાં હતા. અલ્પેશ ઠાકોરે કહ્યું કે, ગામના 100 આગેવાનો ધારાસભ્ય, સંસદ સભ્ય પાસે જાય, ત્યારે વર્ષે તો એક થાભલો આવતો. સાંજ પડે તો આપણા ઘરે માતાઓ કહેતી કે છોકરાઓ સુઈ જાવ, લાઈટ જતી રહેશે અથવા તો પહેલા જમી લો...પહેલા અજવાળું હોય ત્યાં સુધી જમી લેવાનું અને અંધારા પહેલા ખાઈને સુઈ જતા.આજે ભાજપના રાજમાં 24 કલાક વીજળી આપણા ગુજરાતમાં છે. જે બાદ વીજળી ગુલ થઈ હતી.
અચાનક લાઈટ જતી રહેતા થોડીવાર માટે તેઓ માઈક હાથમાં પકડીને ઉભા રહ્યાં હતા. બાદમાં એક નાનુ સ્પીકર લાવીને સભામાં અલ્પેશ ઠાકોરે ભાષણ શરુ કર્યુંં. અલ્પેશ ઠાકોર માઈક પર ટપલી મારતા રહ્યા, તેમને એમ કે માઈક બંધ થઈ ગયું હશે, પણ માઈક બંધ ન હતુ, વીજળી જ જતી રહી હતી. જેના કારણે સભામાં હાસ્યનું મોજુ ફરી વળ્યું હતુ. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.
વાવ વિધાનસભા બેઠક કોંગ્રસનો ગઢ ગણાય છે. ગુજરાતમાં 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના સ્વરૂપજી ઠાકોરને હાર આપી કોંગ્રેસના ગેનીબેન ઠાકોર જીત્યા હતા. 2024ની લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસે ગેનીબેનને રાજકીય મેદાને ઉતાર્યા હતા અને જેમાં તેમણે જીત મેળવતા તેમણે વાવ વિધાનસભા બેઠક પરથી રાજીનામુ આપ્યું હતું. જેને લઈ આ બેઠક ખાલી પડેલી હતી. આ બેઠક પર 13 નવેમ્બરના રોજ મતદાન થશે અને 23 નવેમ્બર, 2024ના રોજ પરિણામ જાહેર થશે. ભાજપે સ્વરૂપજી ઠાકોરને અને કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપી છે, ઉપરાંત અનેક અપક્ષો પણ ચૂંટણી લડી રહ્યાં છે.
આજરોજ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારશ્રીઓની ઉપસ્થિતિમાં જન આશીર્વાદ સભા યોજાઈ. જેમાં બલાજી ઠાકોર (શાકભાજી) વાળા સહિત ઠાકોર સમાજના તેમજ અન્ય સમાજના ૨૦૦૦ થી વધૂ કાર્યકર્તાઓ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા. આપ સૌનું ભા.જ.પા. પરિવારમાં હાર્દિક સ્વાગત છે.#bjpvav#alpeshji_thakor pic.twitter.com/nfpMig2w6r
— Alpesh Thakor (@AlpeshThakor_) October 31, 2024
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/