+

વડોદરા ગેંગરેપ કેસમાં થયો મોટો ખુલાસો, આરોપીઓના મોબાઇલમાંથી મળ્યાં અશ્લીલ વીડિયો

પકડાયેલા તમામ પાંચ આરોપીઓ ઉત્તર પ્રદેશના રહેવાસી આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ છે કે નહીં જાણવા વતનમાં કરાશે તપાસ Latest Vadodara News: નવરાત્રી દરમિયાન વડોદરાના ભાયલીમાં બનેલી ગેંગરેપ કેસની ઘટનાના ઘે

પકડાયેલા તમામ પાંચ આરોપીઓ ઉત્તર પ્રદેશના રહેવાસી

આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ છે કે નહીં જાણવા વતનમાં કરાશે તપાસ

Latest Vadodara News: નવરાત્રી દરમિયાન વડોદરાના ભાયલીમાં બનેલી ગેંગરેપ કેસની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યં છે. પોલીસે તાબડતોડ કાર્યવાહી કરીને આરોપીને ઝડપી લીધા હતા. ભાયલી ગેંગરેપ કેસમાં ઝડપાયેલા પાંચ નરાધમોના કબ્જે કરવામાં આવેલા પાંચ મોબાઇલમાં અનેક અશ્લિલ વીડિયો મળ્યાં છે. આ વીડિયો જોઇને જ ગેંગરેપ વખતે વિકૃતિની તમામ હદો વટાવી હોવાનું પોલીસ માની રહી છે.

ગેંગરેપના પાંચ આરોપીઓ મુન્ના અબ્બાસ બનજારા, મુમતાઝ ઉર્ફે આફતાબ સુબેદાર બનજારા, શાહરુખ કિસ્મતઅલી બનજારા, સૈફઅલી મહેંદી હશન બનજારા અને અજમલ સત્તાર બનજારાની જિલ્લા પોલીસે ધરપકડ કર્યા બાદ તેમના ઘેર સર્ચ કરવામાં આવ્યું હતું. તમામના મોબાઇલ પણ પોલીસે કબ્જે કર્યા હતાં. મોબાઇલમાંથી મોટી સંખ્યામાં અશ્લિલ વીડિયો તેમજ સાહિત્ય મળ્યું હતું.

પાંચેય નરાધમો ખૂબ વિકૃત હોવાનું પોલીસને પ્રથમ દ્રષ્ટિએ જ જણાયું હતું. ઉપરાંત કેટલાંક વીડિયો નરાધમોએ પોતાના મોબાઇલમાંથી ડીલિટ કરી દીધા હોવાનું સામે આવ્યું છે, આ તમામ મોબાઇલ એફએસએલમાં મોકલવામાં આવશે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter