અમેરિકાએ ટેરિફનું નવું લિસ્ટ જાહેર કર્યું, ભારત પર 25 ટકા ડ્યૂટી ગમે ત્યારે લાગશે

12:50 PM Aug 02, 2025 | gujaratpost

70 થી વધુ દેશો પર ટેરિફ લાગુ થશે

ભારત અમારું મિત્ર છે, પણ છેલ્લા થોડા વર્ષોમાં અપેક્ષાથી ઓછો વેપાર કર્યો છેઃ ટ્રમ્પ

ભારતમાં ટેરિફ વિશ્વમાં સૌથી વધારે છેઃ ટ્રમ્પ

ભારત પર ટેરિફ હાલમાં નહીં લાગે

વોશિંગ્ટન ડીસીઃ એક મોટો નિર્ણય લેતા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ડઝનબંધ દેશો પર 10% થી 41% સુધીના નવા પારસ્પરિક ટેરિફ (રેસિપ્રોકલ ટેરિફ) લાદવાનો આદેશ જારી કર્યો હતો. આ આદેશ પર હસ્તાક્ષર કરતી વખતે, ટ્રમ્પે કહ્યું કે આ પગલું વર્ષોથી ચાલી રહેલા વેપાર અસંતુલનને દૂર કરવા અને અમેરિકાની આર્થિક સુરક્ષાને મજબૂત બનાવવા માટે લેવામાં આવ્યું છે.

વ્હાઇટ હાઉસ દ્વારા જારી કરાયેલ ફેક્ટશીટ અનુસાર, આ આદેશ ફક્ત ડ્યૂટી દરોમાં ફેરફાર નહીં કરે, પરંતુ આ ટેરિફના અમલીકરણની તારીખ પણ નક્કી કરશે. ટ્રમ્પે શરૂઆતમાં ટેરિફ માટે 1 ઓગસ્ટની તારીખ નક્કી કરી હતી, જેથી ત્યાં સુધીમાં બધા દેશો સાથે વેપાર કરાર પૂર્ણ થઈ શકે, પરંતુ હવે 70 થી વધુ દેશો માટે કે જેના પર ટેરિફ લાગુ થશે, આ ટેરિફ ઓર્ડર જારી થયાના 7 દિવસ પછી અમલમાં આવશે. જો 7 ઓગસ્ટ સુધીમાં જહાજ પર કોઈ માલ લોડ કરવામાં આવ્યો હોય અને તે 5 ઓક્ટોબર સુધીમાં અમેરિકા પહોંચે તો તેના પર નવો ટેરિફ લાગુ નહીં પડે - બસ શરત એટલી કે તે પહેલાથી જ ટ્રાન્ઝિટ (મુસાફરી) માં હોય.

આ આદેશ હેઠળ, ભારત પર 25% ટેરિફ લાદવામાં આવ્યો છે. અમેરિકા દલીલ કરે છે કે ભારત જેવા દેશો અમેરિકન માલ પર ભારે ડ્યૂટી લાદે છે, જ્યારે પોતાના માટે વેપાર છૂટછાટોની માંગણી કરે છે. એ જ રીતે, પાકિસ્તાન પર 19%, બાંગ્લાદેશ અને વિયેતનામ પર 20%, દક્ષિણ આફ્રિકા પર 30% અને સ્વિટ્ઝર્લૅન્ડ પર સૌથી વધુ 39% ડ્યૂટી લાદવામાં આવી છે. કેમરૂન, ચાડ, ઇઝરાયલ, તુર્કી, વેનેઝુએલા અને લેસોથો જેવા દેશો પર 15% ડ્યુટી લાદવામાં આવી છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++