+

સુરતઃ રિસામણે ગયેલી પત્નીને પરત ન મોકલનારા સાળાને મોતને ઘાટ ઉતારવા બનેવીએ ઘડ્યો એવો પ્લાન કે.. Gujarat Post

સુરતઃ શહેરના પુણાગામ કારગીલ ચોક (Surat Kargil chowk) પાસેથી અઠવાડીયા અગાઉ ચોરાયેલા ટેમ્પો (tempo theft) સાથે કાપોદ્રા પોલીસે (Kapodra police) લકઝરી બસના (luxury bus driver) બે ચાલકને ઝડપીને પૂછપરછ કરત

સુરતઃ શહેરના પુણાગામ કારગીલ ચોક (Surat Kargil chowk) પાસેથી અઠવાડીયા અગાઉ ચોરાયેલા ટેમ્પો (tempo theft) સાથે કાપોદ્રા પોલીસે (Kapodra police) લકઝરી બસના (luxury bus driver) બે ચાલકને ઝડપીને પૂછપરછ કરતા હત્યાની યોજનાનો પર્દાફાશ થયો છે, ઔરંગાબાદ ખાતે રહેતા લકઝરી બસના ચાલકે પત્નીને નહીં મોકલતા સાળાને અકસ્માત કરી મારી નાંખવા સુરતમાં રહેતા અને લકઝરી બસ ચલાવતા મિત્ર સાથે મળી ટેમ્પોની ચોરી કરી હતી. ઔરંગાબાદનો લકઝરી બસ ચાલક ટેમ્પો લઈ બુલદાણા ગયો હતો, પણ સાળાને મારવાની હિંમત નહીં થતા ચોરેલો ટેમ્પો સુરતમાં વેચવા પરત આવ્યો ત્યારે ઝડપાઈ ગયો હતો.

પુણાગામ કારગીલ ચોક નાયરા પેટ્રોલ પંપની (Puna gam Kargil chowk nayra petrol pump) પાછળ શ્રીનાથજી ફાર્મની બહારથી ગત 13 જૂનની રાત્રી દરમિયાન હનુભાઈ ગોહિલના રૂ.4.50 લાખની મત્તાના ટેમ્પોની ચોરી થઈ હતી. આ અંગે કાપોદ્રા પોલીસ મથકમાં બે દિવસ અગાઉ ફરિયાદ નોંધાઈ હતી. દરમિયાન, એએસઆઈ પંકજભાઈ સુરેશચંદ્ર અને કોન્સ્ટેબલ ઘેલાભાઇ તેજાભાઇને મળેલી બાતમીના આધારે કાપોદ્રા પોલીસે રવિન્દ્ર શંકર જરારે અને ભાવેશ ભીખાભાઈ લાઠીયાને ચોરેલા ટેમ્પો સાથે ઝડપી લીધા હતા. લકઝરી બસ ચલાવતા બંને મિત્રોની પોલીસે પુછપરછ કરતા હત્યાની એક યોજનાનો પર્દાફાશ થયો હતો.

હાલ ઈકો કાર ચલાવતા રવિન્દ્રને દારૂની લત હોવાથી તે પત્ની કવિતા અને બાળકોને મારઝૂડ કરી ઝઘડો કરતો હતો, જેથી તેની પત્ની બાળકોને લઈ બે વર્ષ અગાઉ પિયર ચાલી ગઇ હતી. ત્યાર બાદ રવિન્દ્રએ દારૂની લત છોડીને માફી માંગી હતી. કવિતા અને બાળકો અભ્યાસ કરતા હોવાથી રવિન્દ્રનો સાળો મનોજ રામધન નરોપે ( રહે.ગુંમ્મી, જી.બુલદાણા, મહારાષ્ટ્ર ) તેમને મોકલવા માંગતો નહોતો. આથી અગાઉ સુરતથી ઔરંગાબાદ લકઝરી બસ ચલાવતા રવિન્દ્રએ સાળા મનોજને એક્સીડન્ટ કરી મારી નાંખવાની યોજના વિચારી તે માટે કોઈ વાહન ચોરવા અગાઉ તેની સાથે સુરતથી ઔરંગાબાદ લકઝરી બસ ચલાવતા મિત્ર ભાવેશને વાત કરી હતી.

ભાવેશ સંમત થતા રવિન્દ્ર સુરત આવ્યો હતો, બંનેએ ત્યાર બાદ ટેમ્પોની ચોરી કરી હતી. ટેમ્પો ચોરીને રવિન્દ્ર બુલદાણા ગયો હતો. એક્સીડન્ટ કરીને સાળાને મારવાની હિંમત નહીં થતા તે ટેમ્પો લઈ સુરત પરત આવ્યો હતો અને બંને મિત્રો ટેમ્પો વેચવા ફરતા હતા ત્યારે ઝડપાઈ ગયા હતા. ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter