આરોપીઓ કોઈ પણ બેંકિંગ ક્ષેત્રમાં કે કોર્પોરેટ કંપનીમાં નોકરી મેળવી શકશે નહીં
2 ડેપ્યુટી મેનેજર સહિત 8 લોકો રિમાન્ડ પર
રેકેટનો મુખ્ય સૂત્રધાર ફરાર
સુરતઃ શહેરમાં તાજેતરમાં બહાર આવેલા 1550 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડ કેસે સમગ્ર બેંકિંગ જગતને હચમચાવી નાખ્યું છે. આ કેસમાં ઉધના પોલીસે RBL બેંકની ત્રણ શાખાઓમાંથી કુલ 8 કર્મચારીઓની ઓનલાઇન છેતરપિંડીમાં ધરપકડ કરી છે. હવે બેંક દ્વારા બે ડેપ્યુટી મેનેજર, એક એરિયા હેડ અને પાંચ રિલેશનશિપ ઓફિસર સહિત તમામ આરોપીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.
જે કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે તેમાં રિલેશનશિપ ઓફિસર તરીકે કાર્યરત મહિલા મેન્સી છગન ગોટી, કલ્પેશ કાંતિ કથેરીયા, આશીષ અશોક ધાડીયા, અનિલ પ્રવીણ જાની, નરેશ મનસુખ મનાણીનો સમાવેશ થાય છે. ઉપરાંત, RBL બેંકમાં ઓપરેશન કમ ડેપ્યુટી મેનેજર અરુણ બાબુ ઘોઘારી, એરિયા હેડ અમિત ફુલચંદ ગુપ્તા અને ડેપ્યુટી મેનેજર કલ્પેશ સોમજી કાકડીયાનો ધરપકડ કરાયેલા લોકોમાં સમાવેશ થાય છે.
ભવિષ્યમાં આ આરોપીઓ કોઈ પણ બેંકિંગ ક્ષેત્રમાં કે કોર્પોરેટ કંપનીમાં નોકરી મેળવી શકશે નહીં. આ માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને તમામ આરોપીઓના પાનકાર્ડ સહિતની વિગતો અને ગુનાની સંપૂર્ણ માહિતી મોકલવામાં આવશે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++