+

વડાપ્રધાન મોદીએ સ્ટેજ પર એક વડીલના ચરણ સ્પર્શ કર્યા, જાણો કોણ છે માખનલાલ સરકાર ?

કોલકત્તાઃ પશ્વિમ બંગાળમાં પહેલી જ વખત ભાજપની સરકાર બની છે, સુવેન્દુ અધિકારીએ સીએમ તરીકે શપથ લીધા છે. આ પ્રસંગે પીએમ મોદીએ માખનલાલ સરકારના ચરણ સ્પર્શ કરીને તેમના આર્શીવાદ લીધા હતા. આ સમયે અહીં ઉપસ્થિત

કોલકત્તાઃ પશ્વિમ બંગાળમાં પહેલી જ વખત ભાજપની સરકાર બની છે, સુવેન્દુ અધિકારીએ સીએમ તરીકે શપથ લીધા છે. આ પ્રસંગે પીએમ મોદીએ માખનલાલ સરકારના ચરણ સ્પર્શ કરીને તેમના આર્શીવાદ લીધા હતા. આ સમયે અહીં ઉપસ્થિત નેતાઓ પણ આ દ્રશ્ય જોતા જ રહી ગયા હતા.

કોણ છે માખનલાલ સરકાર ? 

98 વર્ષીય માખનલાલ સરકારને બંગાળના આદરણીય સામાજિક કાર્યકરોમાંના એક માનવામાં આવે છે, જેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને જન સંઘથી કામ કરી રહ્યાં છે. માખનલાલ સરકાર આઝાદી પછીના ભારતમાં રાષ્ટ્રવાદી આંદોલન સાથે જોડાયેલા શરૂઆતના પાયાના નેતાઓમાંથી એક છે. વર્ષ 1952 માં જ્યારે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી કાશ્મીરમાં તિરંગો ફરકાવવા ગયા હતા, ત્યારે માખનલાલ સરકાર તેમની સાથે હતા. એ સમયે તેમની ધરપકડ કરવામાં આવી હતી. 

તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને જનસંઘના સમયથી વિચારધારા સાથે જોડાયેલા છે. તેમણે દાયકાઓ સુધી બંગાળની ધરતી પર સંઘ અને સંગઠન માટે પાયાનું કામ કર્યું છે. 

માખનલાલ સરકારની ઓળખ એક એવા વ્યક્તિ તરીકે છે જેમણે ક્યારેય કોઈ મોટા પદ કે પ્રસિદ્ધિની ઈચ્છા રાખી નથી. તેમણે હંમેશા પડદા પાછળ રહીને સંગઠનને મજબૂત કરવાનું કામ કર્યું છે. 98 વર્ષની ઉંમરે પણ તેઓ જાહેર જીવનમાં સક્રિય છે અને ભાજપના અનેક નેતાઓ તેમને પોતાના માર્ગદર્શક માને છે. તેઓ આજે પણ ભાજપમાં સક્રિય છે અને તેથી જ વ

 

facebook twitter