+

ગુજરાતમાં IAS અધિકારીઓની એક સાથે બદલી, આ રહ્યું આખું લિસ્ટ

ગાંધીનગરઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પુરી થતા જ 72 આઇએએસ અધિકારીઓની બદલીઓ કરાઇ છે, ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મોડી રાત્રે ભારતીય વહીવટી સેવા (IAS)ના અધિકારીઓની મોટા પાયે બઢતી સ

ગાંધીનગરઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પુરી થતા જ 72 આઇએએસ અધિકારીઓની બદલીઓ કરાઇ છે, ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મોડી રાત્રે ભારતીય વહીવટી સેવા (IAS)ના અધિકારીઓની મોટા પાયે બઢતી સાથે બદલીના આદેશ કરાયા છે.

બદલીઓમાં અનેક જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, સરકારી નિગમોના ઉચ્ચ અધિકારીઓના પદો પર ફેરફારો કરાયા છે. અમદાવાદ કલેકટર સુજીત કુમારને સ્પેશિયલ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ, અમદાવાદ તરીકે નિમણૂંક કરવામાં આવ્યાં છે.
 
જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર ડી.એન. મોદીને ગાંધીનગર વિકાસ કમિશનર તરીકે મુકાયા છે. સુરત કલેક્ટર ડો. સૌરભ પારધીને સિવિલ સપ્લાયઝ વિભાગના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, ભરુચ કલેક્ટર ગૌરાંગ મકવાણાને ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (GEDA)ના ડિરેક્ટર તરીકે મુકયાં છે.

1. ડી.એન. મોદી: મ્યુનિસિપલ કમિશનર, જામનગરથી બદલી કરીને ડેવલપમેન્ટ કમિશનર, ગાંધીનગર તરીકે નિમણૂંક.
2. આનંદ બાબુલાલ પટેલ: કલેક્ટર, કચ્છથી બદલીને કમિશનર ઓફ સ્કૂલ્સ, ગાંધીનગર તરીકે નિમણૂંક.
3. સુજીત કુમાર: કલેક્ટર, અમદાવાદથી બદલી કરી સ્પેશિયલ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ, અમદાવાદ તરીકે નિમણૂક.
4. અજય પ્રકાશ: ડાયરેક્ટર, GEDA, ગાંધીનગરથી બદલી કરી મેનેજિંગ ડાયરેક્ટર, GETCO, વડોદરા તરીકે નિમણૂક.
5. ડો. સૌરભ ઝામસિંહ પારધી: કલેક્ટર, સુરતથી બદલી કરીને ડાયરેક્ટર, સિવિલ સપ્લાય, ગાંધીનગર નિમણૂક.
6. ગૌરાંગભ એચ. મકવાણા: કલેક્ટર, ભરૂચથી બદલીને ડાયરેક્ટર, GEDA, ગાંધીનગરમાં નિમણૂક.
7. સંજય કે. મોદી: કલેક્ટર, નર્મદા-રાજપીપળાથી બદલી કરી એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, GSTDREIS, ગાંધીનગર તરીકે નિમણૂક.
8. કિરણ બી. ઝવેરી: કલેક્ટર, મોરબીથી બદલી કરી મ્યુનિસિપલ કમિશનર, નડિયાદ તરીકે નિમણૂક.
9. ક્ષિપ્રા એસ.અગ્રે: કલેક્ટર, નવસારીથી બદલી કરીને કમિશનર, MSME, ગાંધીનગર તરીકે નિમણૂક.
10. યોગેશ બી. નિરગુડે: કલેક્ટર, દાહોદથી બદલી કરીને એડિશનલ ડેવલપમેન્ટ કમિશનર, ગાંધીનગર તરીકે નિમણૂક.
11. અમિત પ્રકાશ યાદવ: કલેક્ટર, ખેડા- નડિયાદથી બદલી કરી એડિશનલ કમિશનર ઓફ ઇન્ડસ્ટ્રીઝ, ગાંધીનગર તરીકે નિમણૂક.
12. એન.વી. ઉપાધ્યાય: કલેક્ટર, ગીર-સોમનાથથી બદલી કરી કલેક્ટર, ખેડા-નડિયાદ તરીકે નિમણૂક.
13. પ્રભવ જોષી: મેનેજિંગ ડાયરેક્ટર, ટુરિઝમ કોર્પોરેશનથી બદલી કરી મ્યુનિસિપલ કમિશનર, જૂનાગઢ તરીકે નિમણૂક.
14. પ્રશસ્તિ પરીખ: કલેક્ટર, અરવલ્લી-મોડાસાથી બદલી કરી મેનેજિંગ ડાયરેક્ટર, ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની, ગાંધીનગર તરીકે નિમણૂક.
15. ડો. જીન્સી રોય: કલેક્ટર, બોટાદથી બદલી કરી મેનેજિંગ ડાયરેક્ટર, ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિ., ગાંધીનગર તરીકે નિમણૂક.
16. અનિલકુમાર આર. રણવાસિયા: કલેક્ટર, જૂનાગઢથી બદલી કરી કલેક્ટર, કચ્છ-ભૂજ તરીકે નિમણૂક.
17. મયુર કે. મહેતા: ડાયરેક્ટર, સિવિલ સપ્લાયથી બદલી કરી કલેક્ટર, વાવ-થરાદ તરીકે નિમણૂક.
18. જિતેન્દ્ર એન. વાઘેલા: મ્યુનિસિપલ કમિશનર, ગાંધીનગરથી બદલી કરી કલેક્ટર, ગીર-સોમનાથ તરીકે નિમણૂક.
19. જે.એસ. પ્રજાપતિ: કલેક્ટર, વાવ-થરાદથી બદલી કરી મ્યુનિસિપલ કમિશનર, ગાંધીનગર તરીકે નિમણૂક.
20. એચ.એમ.વોરા: DDO, સાબરકાંઠાથી બદલી કરી કલેક્ટર, બોટાદ તરીકે નિમણૂક.
21. ડો. વિપિન ગર્ગ: કલેક્ટર, તાપી-વ્યારાથી બદલી કરી મેનેજિંગ ડાયરેક્ટર, ટુરિઝમ કોર્પોરેશન, ગાંધીનગર તરીકે નિમણૂક.
22. શાલિની દુહાન: કલેક્ટર, ડાંગ-આહવાથી બદલી કરી મ્યુનિસિપલ કમિશનર, મહેસાણા તરીકે નિમણૂક.
23. ભવ્ય વર્મા: કલેક્ટર, વલસાડથી બદલી કરી કલેક્ટર, અમદાવાદ તરીકે નિમણૂક.
24. નીતિન વી. સાંગવાન: ડાયરેક્ટર, એમ્પ્લોયમેન્ટ અને ટ્રેનિંગથી બદલી કરી કલેક્ટર, વલસાડ તરીકે નિમણૂક.
25. તેજસ દિલીપભાઈ પરમાર: મ્યુનિસિપલ કમિશનર, જૂનાગઢથી બદલી કરી કલેક્ટર, સુરત તરીકે નિમણૂક.
26. યોગેશ ચૌધરી: મ્યુનિસિપલ કમિશનર, વાપીથી બદલી કરી કલેક્ટર, જૂનાગઢ તરીકે નિમણૂક.
27. દેવ ચૌધરી: મ્યુનિસિપલ કમિશનર, નવસારીથી બદલી કરી કલેક્ટર, તાપી-વ્યારા તરીકે નિમણૂક.
28. ડો. નવનાથ કોંડીબા ગવહાણે: મ્યુનિસિપલ કમિશનર, સુરેન્દ્રનગરથી બદલી કરી કલેક્ટર, ભરૂચ તરીકે નિમણૂક.
29. મનીષ ગુરવાની: મ્યુનિસિપલ કમિશનર, ગાંધીધામથી બદલી કરી કલેક્ટર, નવસારી તરીકે નિમણૂક.
30. સ્વપ્નિલ ખરે: મ્યુનિસિપલ કમિશનર, મોરબીથી બદલી કરી કલેક્ટર, મોરબી તરીકે નિમણૂક.
31. ગૌરવ દિનેશ રમેશ: ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, સુરતથી બદલી કરી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદ તરીકે નિમણૂક.
32. મિરાંત જતિન પરીખ: ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદથી બદલી કરી CEO, AUDA, અમદાવાદ તરીકે નિમણૂક.
33. ગંગા સિંહ: ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, વડોદરાથી બદલી કરી કલેક્ટર, નર્મદા-રાજપીપળા તરીકે નિમણૂક.
34. સુરભી ગૌતમ: પ્રાદેશિક કમિશનર (RCM), વડોદરાથી બદલી કરી કલેક્ટર, દાહોદ તરીકે નિમણૂક.
35. ડો. પ્રશાંત જીલોવા: પ્રાદેશિક કમિશનર (RCM), અમદાવાદથી બદલી કરી કલેક્ટર, પાટણ તરીકે નિમણૂક.
36. મિલિન્ડ બાપના: મ્યુનિસિપલ કમિશનર, આણંદથી બદલી કરી કલેક્ટર, અરવલ્લી-મોડાસા તરીકે નિમણૂક.
37. બી.સી. પરમાર: OSD, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનથી બદલી કરી DDO, બોટાદ તરીકે નિમણૂક.
38. શિવાની ગોયલ: DDO, સુરતથી બદલી કરી મેનેજિંગ ડાયરેક્ટર, MGVCL, વડોદરા તરીકે નિમણૂક.
39. મમતા હાર્દિક હિરપરા: DDO, વડોદરાથી બદલી કરી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદ તરીકે નિમણૂક.
40. અંકિત પન્નુ: DDO, જામનગરથી બદલી કરી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદ તરીકે નિમણૂક.
41. પુષ્પ લતા: DDO, નવસારીથી બદલી કરી પ્રાદેશિક કમિશનર (RCM), અમદાવાદ તરીકે નિમણૂક.
42. અક્ષય બુદાનિયા: DDO, બોટાદથી બદલી કરી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, વડોદરા તરીકે નિમણૂક.
43. જાસ્મિન હસરત: DDO, મહેસાણાથી બદલી કરી CEO, GUDA, ગાંધીનગર તરીકે નિમણૂક.
44. દીપેશ કેડિયા: DDO, અરવલ્લી-મોડાસાથી બદલી કરી મ્યુનિસિપલ કમિશનર, જામનગર તરીકે નિમણૂક.
45. મહેશ શાંતિલાલ જાની: RCM, રાજકોટથી બદલી કરી ચેરમેન, ગુજરાત રાજ્ય સમાજ કલ્યાણ બોર્ડ તરીકે નિમણૂક.
46. સંગીતા રાયાણી: મિશન ડાયરેક્ટર, GULM થી બદલી કરી મ્યુનિસિપલ કમિશનર, મોરબી તરીકે નિમણૂક.
47. આર.એન. ડોડિયા: એડિશનલ કમિશનર ઓફ ઇન્ડસ્ટ્રીઝથી બદલી કરી મ્યુનિસિપલ કમિશનર, આણંદ તરીકે નિમણૂક.
48. જીવાણી કાર્તિક નાગજીભાઈ: DDO, વાવ-થરાદથી બદલી કરી DDO, નવસારી તરીકે નિમણૂક.
49. જયંત સિંહ રાઠોડ: પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, સોનગઢથી બદલી કરી DDO, જૂનાગઢ તરીકે નિમણૂક.
50. પ્રણવ વિજયવર્ગીય: પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, વાંસદાથી બદલી કરી DDO, પંચમહાલ-ગોધરા તરીકે નિમણૂક.
51. કલ્પેશ કુમાર શર્મા: પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, છોટાઉદેપુરથી બદલી કરી DDO, વાવ-થરાદ તરીકે નિમણૂક.
52. નિશા: પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, ભરૂચથી બદલી કરી DDO, જામનગર તરીકે નિમણૂક.
53. અંચુ વિલ્સન: પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, રાજપીપળાથી બદલી કરી DDO, મહેસાણા તરીકે નિમણૂક.
54. સુનિલ: પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, માંડવીથી બદલી કરી પ્રાદેશિક કમિશનર (RCM), ભાવનગર તરીકે નિમણૂક.
55. પાટીલ આનંદ અશોક: પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, ડાંગથી બદલી કરી DDO, વડોદરા તરીકે નિમણૂક.
56. દેવેન્દ્ર પ્રકાશ મીના: પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, દાહોદથી બદલી કરી DDO, સુરત તરીકે નિમણૂક.
57. એન.એફ. ચૌધરી: MD, UGVCL, મહેસાણાથી બદલી કરી મ્યુનિસિપલ કમિશનર, વાપી તરીકે નિમણૂક.
58. એચ.પી. પટેલ: DDO, જૂનાગઢથી બદલી કરી DDO, સાબરકાંઠા-હિંમતનગર તરીકે નિમણૂક.
59. એન.ડી. પરમાર: જોઈન્ટ ઇલેક્શન કમિશનર, SEC થી બદલી કરી કલેક્ટર, ડાંગ-આહવા તરીકે નિમણૂક.
60. જે.કે. જાદવ: એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, GSTDREIS થી બદલી કરી મ્યુનિસિપલ કમિશનર, સુરેન્દ્રનગર તરીકે નિમણૂક.
61. બી.ડી. દવેરા: CEO, VUDA, વડોદરાથી બદલી કરી મ્યુનિસિપલ કમિશનર, ગાંધીધામ તરીકે નિમણૂક.
62. જયેશકુમાર બી. ઉપાધ્યાય: ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદથી બદલી કરી મ્યુનિસિપલ કમિશનર, નવસારી તરીકે નિમણૂક.
63. ડી.કે. પંડ્યા: RCM, ભાવનગરથી બદલી કરી એડિશનલ CEO, GSDMA તરીકે નિમણૂક.
64. મહેક જૈન: આસિસ્ટન્ટ કલેક્ટર, રાજકોટથી બદલી કરી DDO, અરવલ્લી-મોડાસા તરીકે નિમણૂક.
65. વિદ્યાસાગર: આસિસ્ટન્ટ કલેક્ટર, ધંધુકાથી બદલી કરી DDO, મોરબી તરીકે નિમણૂક.
66. વંદના મીના: આસિસ્ટન્ટ કલેક્ટર, કેશોદથી બદલી કરી પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, TASP, મહીસાગર તરીકે નિમણૂક.
67. હિરેન બારોટ: આસિસ્ટન્ટ કલેક્ટર, પેટલાદથી બદલી કરી પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, TASP, અરવલ્લી તરીકે નિમણૂક.
68. રાજેશ કુમાર મૌર્ય: આસિસ્ટન્ટ કલેક્ટર, રાધનપુરથી બદલી કરી પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, TASP, સોનગઢ તરીકે નિમણૂક.
69. સ્વપ્નિલ સિસલે: આસિસ્ટન્ટ કલેક્ટર, ધ્રોલથી બદલી કરી પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, TASP, વાંસદા તરીકે નિમણૂક.
70. ઓમકાર શિંદે: આસિસ્ટન્ટ કલેક્ટર, નિઝરથી બદલી કરી પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, TASP, છોટાઉદેપુર તરીકે નિમણૂક.
71. આવટે અમોલ શાંતારામ: આસિસ્ટન્ટ કલેક્ટર, દ્વારકાથી બદલી કરી પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, TASP, રાજપીપળા તરીકે નિમણૂક.
72. પ્રતીક જૈન: આસિસ્ટન્ટ કલેક્ટર, મેંદરડાથી બદલી કરી પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, TASP, દાહોદ તરીકે નિમણૂક.

facebook twitter