+

ગુજરાતને મોટી ભેટ: અમદાવાદ-ધોલેરા સેમિ હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટને મંજૂરી, ₹20,665 કરોડનો ખર્ચ કરાશે

(File Photo) નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આજે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પત્રકાર પરિષદમાં માહ

(File Photo)

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આજે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું કે, સરકારે દેશના વિકાસ માટે કુલ રૂપિયા 3,18,165 કરોડની વિવિધ યોજનાઓને લીલી ઝંડી આપી છે.

ગુજરાતના ઔદ્યોગિક ભવિષ્ય અને ખાસ કરીને ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન માટે આ પ્રોજેક્ટ ગેમ-ચેન્જર સાબિત થશે.  અમદાવાદના સરખેજથી ધોલેરા વચ્ચે સેમિ હાઈ-સ્પીડ ડબલ-લાઇન રેલ નાખવામાં આવશે. આ પ્રોજેક્ટ પાછળ અંદાજે ₹20,665 કરોડનો ખર્ચ કરવામાં આવશે.

ધોલેરામાં બની રહેલા ભારતના પ્રથમ સેમિ કન્ડક્ટર પ્લાન્ટ અને અન્ય ઉદ્યોગો માટે માલસામાન તેમજ પેસેન્જર પરિવહન અત્યંત ઝડપી બનશે.

facebook twitter