+

NEET પેપર લીકમાં ઘટસ્ફોટ, બે ભાઈઓએ ડૉક્ટર પાસેથી રૂ.30 લાખમાં પેપર ખરીદ્યું, આ રીતે દેશભરમાં લીક થયું

જયપુરઃ રાજસ્થાનના સીકરમાં થયેલા NEET 2026 પેપર લીક કેસમાં તપાસ એજન્સીઓ સતત મહત્વપૂર્ણ ખુલાસા કરી રહી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આખું નેટવર્ક હરિયાણા, રાજસ્થાન અને ઉત્તરાખંડમાં ફેલાયેલું હતું અને પ

જયપુરઃ રાજસ્થાનના સીકરમાં થયેલા NEET 2026 પેપર લીક કેસમાં તપાસ એજન્સીઓ સતત મહત્વપૂર્ણ ખુલાસા કરી રહી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આખું નેટવર્ક હરિયાણા, રાજસ્થાન અને ઉત્તરાખંડમાં ફેલાયેલું હતું અને પરીક્ષા પહેલા લાખો રૂપિયામાં પ્રશ્નપત્રો વેચાઈ રહ્યાં હતા. આ કેસમાં અનેક આરોપીઓની ધરપકડ બાદ, તપાસ એજન્સીઓ હવે સમગ્ર પેપર લીક સિન્ડિકેટને તોડી પાડવા માટે કામ કરી રહી છે. 

જામવરમગઢના રહેવાસી બે ભાઈઓ, માંગીલાલ બિવાલ અને દિનેશ બિવાલ, એ 26 અને 27 એપ્રિલના રોજ ગુરુગ્રામના એક ડૉક્ટર પાસેથી 30 લાખ રૂપિયામાં NEET પરીક્ષાનું પેપર ખરીદ્યું હોવાનો આરોપ છે. ત્યાર બાદ દિનેશ બિવાલે પેપર તેમના પુત્રને આપી દીધું, જે સીકરમાં રહેતો હતો અને મેડિકલ પ્રવેશ પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. તપાસ એજન્સીઓનો દાવો છે કે 29 એપ્રિલના રોજ આ જ પેપર ઘણા અન્ય વિદ્યાર્થીઓ અને વાલીઓને વહેંચવામાં આવ્યું હતું. 

દિનેશ બિવલના પરિવારના ચાર વિદ્યાર્થીઓ ગયા વર્ષે NEET માટે પસંદ થયા હતા. પૂછપરછ દરમિયાન આરોપીઓએ ખુલાસો કર્યો કે તેમને લગભગ એક મહિના અગાઉ માહિતી મળી હતી કે પરીક્ષાનું પેપર લીક થશે અને તે ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેથા તેઓએ પહેલેથી જ તૈયારી કરી હતી. 

આ કેસમાં વધુ એક મોટો ખુલાસો દેહરાદૂનથી ધરપકડ કરાયેલા આરોપી રાકેશ કુમાર માંડવરિયા અંગે થયો છે. તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, રાકેશે આશરે 700 વિદ્યાર્થીઓને પ્રશ્નપત્રનું આપ્યું હતુ, પ્રશ્નપત્ર પહેલા ડિજિટલી મોકલવામાં આવ્યું હતું અને પછી છાપીને વેચવામાં આવ્યું હતું. તપાસ એજન્સીઓ હવે એવા વિદ્યાર્થીઓ અને વાલીઓને ઓળખવા માટે કામ કરી રહી છે જેમણે પ્રશ્નપત્ર મેળવવા માટે કથિત રીતે પૈસા ચૂકવ્યા હતા.

દેશભરમાં મેડિકલ અને એન્જિનિયરિંગ કોચિંગના મુખ્ય કેન્દ્ર તરીકે જાણીતું સીકર હવે તપાસ એજન્સીઓના રડાર હેઠળ છે. તપાસમાં જાણવા મળ્યું છે કે અહીંના કેટલાક વિદ્યાર્થીઓ અને કોચિંગ સંસ્થાઓએ વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપ બનાવ્યા હતા જેના દ્વારા પ્રશ્નપત્રો અને જવાબો શેર કરવામાં આવતા હતા. એજન્સીઓ હવે આ ગ્રુપના સંચાલકો અને સભ્યોની ડિજિટલ વિગતોની તપાસ કરી રહી છે. 

આ કેસમાં હરિયાણા સ્થિત શંકાસ્પદ યશ યાદવની પણ ધરપકડ કરવામાં આવી છે. તેના પર વિદ્યાર્થીઓને પેપર વેચવાનો પણ આરોપ છે. પોલીસ અને તપાસ એજન્સીઓ હવે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે પેપર તેના મૂળ સ્ત્રોતમાંથી કેવી રીતે છટકી ગયું અને તેમાં સંડોવાયેલા વિવિધ વ્યક્તિઓ કોણ છે. 

પેપર લીક કૌભાંડથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે. અનેક વિદ્યાર્થી સંગઠનોએ પરીક્ષા પ્રક્રિયાની પારદર્શિતા પર સવાલ ઉઠાવ્યાં છે અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. તપાસ એજન્સીઓનું કહેવું છે કે તેઓ સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરવા માટે સતત દરોડા અને પૂછપરછ કરી રહ્યા છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter