+

PM નૈતન્યાહુનો વીડિયો સંદેશ, નસરુલ્લાહનો ઉત્તરાધિકારી માર્યો ગયો, હિઝબુલ્લાહ પડી ગયું કમજોર

Israel Hezbollah War: ઇઝરાયેલની સેના લેબનોનમાં હિઝબુલ્લાહના ઠેકાણાંઓ પર ભીષણ હુમલાઓ કરી રહી છે. લેબનોનમાં ઇઝરાયેલ દ્વારા કરવામાં આવેલી સૈન્ય કાર્યવાહીમાં અત્યાર સુધી હિઝબુલ્લાહને ભારે નુકસાન થયું છે.

Israel Hezbollah War: ઇઝરાયેલની સેના લેબનોનમાં હિઝબુલ્લાહના ઠેકાણાંઓ પર ભીષણ હુમલાઓ કરી રહી છે. લેબનોનમાં ઇઝરાયેલ દ્વારા કરવામાં આવેલી સૈન્ય કાર્યવાહીમાં અત્યાર સુધી હિઝબુલ્લાહને ભારે નુકસાન થયું છે. દરમિયાન ઈઝરાયેલના વડાપ્રધાન બૈન્જામિન નેતન્યાહુએ કહ્યું છે કે ઈઝરાયલી દળોએ માર્યા ગયેલા હિઝબુલ્લાના ચીફ હસન નસરુલ્લાહના ઉત્તરાધિકારીને પણ ખતમ કરી દીધો છે.

PM નૈતન્યાહુનો વીડિયો સંદેશ

વડાપ્રધાન બૈન્જામિન નેતન્યાહુએ પ્રી-રેકોર્ડ કરેલા વીડિયો સંદેશમાં જણાવ્યું કે, અમે હિઝબુલ્લાહની ક્ષમતાઓ ઘટાડી દીધી છે. અમે હસન નસરાલ્લાહ સહિત હજારો આતંકવાદીઓને મારી નાખ્યાં છે. નૈતન્યાહુએ લેબનોનના લોકોને સંબોધિત કરીને પોતાને હિઝબુલ્લાહથી મુક્ત કરવા  જણાવ્યું હતું. ઈઝરાયેલને પોતાનો બચાવ કરવાનો અધિકાર છે.

હિઝબુલ્લાહ કમજોર પડી ગયું  

ઈઝરાયલના વડાપ્રધાન બૈન્જામિન નેતન્યાહુએ દાવો કર્યો કે હિઝબુલ્લાહ અત્યારે કમજોર છે. તેમણે લેબનોનના લોકોને પરિવર્તનની તક ઝડપી લેવા અપીલ પણ કરી હતી. નૈતન્યાહુએ કહ્યું કે હવે તમે તમારો દેશ પાછો લઈ શકો છો અને તેને શાંતિ અને સમૃદ્ધિના માર્ગ પર પાછા લાવી શકો છો.

ઈઝરાયેલ પાસે માહિતી હતી

પહેલા રક્ષામંત્રી યોવ ગાલાંટે પણ હાશેમ સફીઉદ્દીનના મોતનો દાવો કર્યો હતો. તેમને લેબનોનની રાજધાની બેરૂતમાં ગયા અઠવાડિયે થયેલા હવાઈ હુમલા દરમિયાન સફીદીનના મોત વિશે વાત કરી હતી. ઇઝરાયેલના સૈન્ય પ્રવક્તા ડેનિયલ હગારીએ જણાવ્યું કે ઇઝરાયેલ જાણતું હતું કે સફીદીન હિઝબુલ્લાહના ગુપ્તચર મુખ્યાલયમાં હતો ત્યારે વિમાનોએ તેના પર બોમ્બમારો કર્યો હતો.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter