+

જીએસટી બિલિંગ કૌભાંડમાં ક્રાઈમ બ્રાન્ચે પત્રકાર મહેશ લાંગાની કરી ધરપકડ, ધારાસભ્યના પુત્રની પણ પૂછપરછ

અમદાવાદઃ ક્રાઈમ બ્રાન્ચે પત્રકાર મહેશ લાંગાની ધરપકડ કરી છે. GST સંબંધિત છેતરપિંડીના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે આ કાર્યવાહી કરી છે. ક્રાઈમ બ્રાન્ચે લંગાના ઘરેથી 20 લાખ રૂપિયા રોકડા, સોનાના દાગીના અને જમીનન

અમદાવાદઃ ક્રાઈમ બ્રાન્ચે પત્રકાર મહેશ લાંગાની ધરપકડ કરી છે. GST સંબંધિત છેતરપિંડીના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે આ કાર્યવાહી કરી છે. ક્રાઈમ બ્રાન્ચે લંગાના ઘરેથી 20 લાખ રૂપિયા રોકડા, સોનાના દાગીના અને જમીનના દસ્તાવેજો જપ્ત કર્યા છે. ડીજીજીઆઇ વિભાગની ફરિયાદ બાદ અમદાવાદ, જૂનાગઢ, સુરત, ખેડા અને ભાવનગરમાં દરોડા પાડ્યાં બાદ આ ધરપકડ કરવામાં આવી છે.

ક્રાઈમ બ્રાન્ચે કહ્યું કે તેમને માહિતી મળી હતી કે 200થી વધુ નકલી કંપનીઓ ઈનપુટ ટેક્સ ક્રેડિટ દ્વારા છેતરપિંડી કરવામાં સામેલ છે.આ  કંપનીઓએ કરચોરી માટે બનાવટી ઓળખ અને દસ્તાવેજોનો ઉપયોગ કર્યો છે. GST વિભાગને મહેશ લાંગાની પત્ની અને પિતાના નામના બનાવટી દસ્તાવેજો મળ્યાં છે, આ ઉપરાંત ભાજપના ગીર સોમનાથના ધારાસભ્ય ભગવાન બારડના પુત્ર અજય બારડની પણ પૂછપરછ કરી છે.

નકલી બિલિંગ, બનાવટી દસ્તાવેજો

ક્રાઈમ બ્રાન્ચે એક નિવેદનમાં જણાવ્યું કે પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું કે નકલી બિલિંગ, નકલી દસ્તાવેજો અને ખોટી રજૂઆત દ્વારા સરકારને કરોડો રૂપિયાની આવકની છેતરપિંડી કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને મહેશ લાંગાની પત્ની અને પિતાના નામે બનાવટી પેઢીઓમાં કેટલાક શંકાસ્પદ વ્યવહારો મળ્યાં છે. વધુ તપાસ માટે લાંગાની ધરપકડ કરવામાં આવી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter