+

દિલ્હીમાં મોદી સરકાર અને આપ વચ્ચે વિવાદ વકર્યો, મુખ્યમંત્રી નિવાસસ્થાનને સીલ કરી દેવામાં આવ્યું

મોદી સરકાર સામે આમ આદમી પાર્ટીએ લગાવ્યાં આરોપ Delhi News: દિલ્હીમાં રાજકીય હલચલ તેજ છે. મુખ્યમંત્રીના સત્તાવાર આવાસને ગેરકાયદેસર ઉપયોગના આરોપમાં સીલ કરી દેવામાં આવ્યું છે. PWDએ આ કાર્યવાહી કરી છે.

મોદી સરકાર સામે આમ આદમી પાર્ટીએ લગાવ્યાં આરોપ

Delhi News: દિલ્હીમાં રાજકીય હલચલ તેજ છે. મુખ્યમંત્રીના સત્તાવાર આવાસને ગેરકાયદેસર ઉપયોગના આરોપમાં સીલ કરી દેવામાં આવ્યું છે. PWDએ આ કાર્યવાહી કરી છે. PWDએ 6 ફ્લેગ સ્ટાફ રોડ સ્થિત મુખ્યમંત્રી આવાસને સીલ કરી દીધું છે. તેના ગેટ પર ડબલ લોક લગાવી દેેવામાં આવ્યું છે, અરવિંદ કેજરીવાલે સીએમ પદેથી રાજીનામું આપ્યાં બાદ આ સરકારી આવાસ ખાલી કરવામાં આવ્યું હતું. જ્યાં આતિશી સીએમ બન્યાં બાદ શિફ્ટ થયા હતા. આવાસ ખાલી કરવા અને હેન્ડઓવરને લઈ વિવાદ છે, જેને લઈ પીડબલ્યુડીએ આ કાર્યવાહી કરી છે.

દિલ્હીના વિજિલેન્સ ડિપાર્ટમેંટમાં પીડબલ્યુડીના બે સેક્શન ઓફિસર અને અરવિંદ કેજરીવાલના બે પૂર્વ સ્પેશિયલ સેક્રેટરીને પણ હેન્ડઓવર લેવાના કારણે શોકૉઝ નોટિસ આપવામાં આ છે. પીડબલ્યુડીની આ કાર્યવાહી બાદ આમ આદમી પાર્ટીએ એલજી વિનય સક્સેના પર આરોપ લગાવ્યો છે. પાર્ટીએ કહ્યું કે, ઉપરાજ્યપાલના નિર્દેશ પર મુખ્યમંત્રી આતિશીનો તમામ સામાન સીએમ આવાસ બહાર ફેંકી દેવામાં આવ્યો છે.

દિલ્હીના મુખ્યમંત્રી આતિશી સોમવારે આ બંગલોમાં આવ્યાં હતા. આ બંગલોમાં 9 વર્ષથી વધારે સમય સુધી અરવિંદ કેજરીવાલ તેમના પરિવાર સાથે રહ્યાં હતા. તેમણે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ આ બંગલો ખાલી કરી દીધો હતો

 

facebook twitter