દિલ્હી બીજેપી હેડ ક્વાર્ટરમાં જશ્નનો માહોલ
હરિયાણાના સીએમ નાયબ સિંહ સૈની લાડવા સીટ પરથી 16054 વોટથી જીત્યા
વિજય બાદ તેમણે કૃષ્ણ અર્જુન મંદિરમાં પૂજા અર્ચના કરી
અંબાલાઃ હરિયાણામાં ભાજપને જીત મળી છે. એક્ઝિટ પોલ બાદ ભાજપના નેતાઓના ચહેરા પરથી નૂર ઉડી ગયું હતું. પરંતુ હવે પૂરેપૂરા ખીલેલા છે. મંગળવારે સવારે મતગણતરી શરૂ થયા બાદ કોંગ્રેસ મુખ્યાલયમાં હંગામો થયો હતો. પોસ્ટલ બેલેટ શરૂ થયાના પ્રથમ કલાકમાં કોંગ્રેસે 90માંથી 70 સીટો પર લીડ મેળવી હતી. એવું લાગી રહ્યું હતું કે એક્ઝિટ પોલ બિલકુલ સાચા સાબિત થઈ રહ્યાં છે. પરંતુ એક કલાક પછી દ્રશ્ય બદલાઈ ગયું. ધીમે ધીમે ભાજપ વલણોમાં બહુમતીના જાદુઈ આંકડા સુધી પહોંચ્યું અને પછી તેણે કોંગ્રેસને એવી રીતે પાછળ છોડી દીધી કે તે ફરીથી આગળ વધી શકી નહીં. પૂર્વ મંત્રી અનિલ વિજ સહિત અંબાલા કેન્ટથી પાછળ ચાલી રહેલા ભાજપના મોટા ચહેરાઓ ધીમે ધીમે રેસમાં આગળ વધવા લાગ્યા અને પછી દ્રશ્ય જીતની ઉજવણીમાં ફેરવાઈ ગયું. 52 વર્ષ બાદ હરિયાણામાં કોઈ પાર્ટીએ હેટ્રિક ફટકારી છે.
ચૂંટણી પંચની વેબસાઇટ પ્રમાણે હરિયાણાની 90 સીટોમાંથી 75 બેઠકોના પરિણામ જાહેર થઈ ગયા છે. ભાજપને 39 અને કોંગ્રેસને 31 બેઠકો મળી છે. જ્યારે આઈએનએલડીને 1 તથા અપક્ષને 3 સીટ મળી છે અને 15 બેઠકના પરિણામ જાહેર થવાના બાકી છે. ભાજપ 8 બેઠક, કોંગ્રેસ 6 બેઠક પર લીડમાં છે.
હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટરે કહ્યું, 'કોંગ્રેસ સતત જુઠ્ઠાણું ફેલાવી રહી હતી, પરંતુ જનતાએ તેમના જુઠ્ઠાણાને ફગાવી દીધું છે. સરકારની નીતિઓ અને સિદ્ધિઓને જનતાએ સ્વીકારી છે. આ પોતાનામાં એક રેકોર્ડ છે કારણ કે હરિયાણામાં ત્રીજી વખત કોઈ પાર્ટીએ સરકાર બનાવી નથી. હરિયાણામાં ભાજપે ત્રીજી વખત સરકાર બનાવી છે.
#WATCH | BJP workers celebrate party's performance in the Haryana Assembly elections, at party headquarters in Delhi.
— ANI (@ANI) October 8, 2024
PM Narendra Modi is likely to address the party workers here in the evening today. pic.twitter.com/xpKb7mCINq
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/