આ સિવાય પણ તેમણે ઘણા મેડલ જીત્યાં છે
ચાલુ વર્ષે ઓલિમ્પિકમાં તેમનું વજન વધારે હોવાના કારણે મેડલની રેસમાંથી ડિસક્વોલિફાય કરવામાં આવ્યાં હતા
Haryana Results: હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં જુલાના વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના વિનેશ ફોગાટ 6015 મતોની લીડથી જીત્યા છે. તેમને કુલ 65080 વોટ મળ્યાં, જ્યારે ભાજપના કેપ્ટન યોગેશ બૈરાગીને 59065 વોટ મળ્યાં. વિનેશ ફોગટની આ જીતને કોંગ્રેસ માટે મોટી સફળતા માનવામાં આવી રહી છે, કારણ કે તેણે ભાજપના મજબૂત ઉમેદવારને ટક્કર આપીને આ જીત હાંસલ કરી છે.
Congress candidate Vinesh Phogat wins the Julana constituency by a margin of 6015 votes.#HaryanaElections pic.twitter.com/hyxb2S95kQ
— ANI (@ANI) October 8, 2024
ચૂંટણી પંચની વેબસાઇટ પ્રમાણે બપોરે 2.30 વાગ્યા સુધીમાં 90માંથી 10 સીટના પરિણામ જાહેર થયા છે. ભાજપે 3 અને કોંગ્રેસે 7 બેઠક જીતી છે. ભાજપ 46 બેઠક પર અને કોંગ્રેસ 29 બેઠક પર આગળ છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/