કારગિલ વિજય દિવસ પર પીએમ મોદી પહોંચ્યાં લદ્દાખ, કહ્યું આતંકવાદનો ખાત્મો કરી નાખીશું

11:11 AM Jul 26, 2024 | gujaratpost

ભારતે કારગિલ યુદ્ધમાં પાકિસ્તાનને આપી હતી પછડાટ

મોદીએ કહ્યું આતંકવાદનો ખાત્મો કરવાનો છે

લદ્દાખઃ ભારત 26 જુલાઈના રોજ કારગિલ વિજય દિવસની રજત જયંતી ઉજવી રહ્યું છે. 25 વર્ષ પહેલા આ દિવસે ભારતીય સેનાએ પોતાની બહાદુરી અને હિંમતથી ભારતમાં ઘૂસેલા પાકિસ્તાની સૈનિકો અને તેના ઘૂસણખોરોને ભગાડી દીધા હતા. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે લદ્દાખમાં કારગિલ યુદ્ધ સ્મારક પર શહીદોને શ્રદ્ધાંજલિ આપી છે. આ સિવાય પીએમ મોદી કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા જવાનોની પત્નીઓ સાથે પણ વાતચીત કરશે.

શું કહ્યું પીએમ મોદીએ ?

પીએમ મોદીએ કારગિલ વિજય દિવસને લઈને સંદેશ પણ આપ્યો છે. મોદીએ લખ્યું છે કે 26 જુલાઈ દરેક ભારતીય માટે ખૂબ જ ખાસ દિવસ છે. આ વખતે આપણે 25મો કારગિલ વિજય દિવસ ઉજવી રહ્યાં છીએ, આ દિવસ આપણા દેશની રક્ષા કરનારા તમામ જવાનોને શ્રદ્ધાંજલિ આપવાનો છે. હું કારગિલ યુદ્ધ સ્મારકની મુલાકાત લઈશ અને આપણા બહાદુર વીરોને શ્રદ્ધાંજલિ આપીશ. તેઓ લદ્દાખમાં સૈનિકોની વચ્ચે પહોંચ્યાં છે અને શૌર્ય- બલિદાનને બિરદાવ્યાં હતા.

વિશ્વની સૌથી ઊંચી ટનલના કામનું ઉદ્ઘઘાટન

લદ્દાખની મુલાકાત દરમિયાન શિંકુન લા ટનલ પ્રોજેક્ટના કામનું પણ મોદી ઉદ્ઘાટન કરશે, આ ટનલ પ્રોજેક્ટ લેહ સાથે કનેક્ટિવિટી સુધારવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે. તે લેહમાં ઓલ-વેધર કનેક્ટિવિટી પ્રદાન કરશે. કામ પૂર્ણ થયા બાદ શિંકુન લા વિશ્વની સૌથી ઊંચી ટનલ હશે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526