+

અમદાવાદમાં પ્લેન ક્રેશનો Live વીડિયો બનાવનાર સગીર આવ્યો સામે, કહી આ વાત

એર ઇન્ડિયાનું બોઇંગ ડ્રીમલાઇનર 787-8 વિમાન લંડન માટે ઉડાન ભર્યાની થોડીવારમાં જ ક્રેશ થયું હતુ  અમદાવાદઃ અમદાવાદથી લંડન જઇ રહેલું પ્લેન ક્રેશ થઇ ગયું અને અત્યા સુધી 275 લોકોનાં મોત થઇ ગયા છે, આ

એર ઇન્ડિયાનું બોઇંગ ડ્રીમલાઇનર 787-8 વિમાન લંડન માટે ઉડાન ભર્યાની થોડીવારમાં જ ક્રેશ થયું હતુ 

અમદાવાદઃ અમદાવાદથી લંડન જઇ રહેલું પ્લેન ક્રેશ થઇ ગયું અને અત્યા સુધી 275 લોકોનાં મોત થઇ ગયા છે, આ પ્લેન ક્રેશના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર ફરતા થયા છે, જેમાં પ્લેન ક્રેશન પહેલાનો લાઇવ વીડિયો ચર્ચાસ્પદ છે,આ વીડિયો પ્લેનના પાછળના ભાગથી શરૂ થાય છે અને પ્લેન ક્રેશ સુધી પુરો થાય છે, સવાલ એ છે કે આ પ્લેનનો વીડિયો બપોરના સમયે કેમ બનાવવામાં આવ્યો હતો ? આશંકાઓ ઘણી છે, સગીરે આ વીડિયો એમ જ બનાવ્યો હતો કે બીજું કોઇ કારણ છે. આ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.

અમેરિકાના એક સીઆઇએ એજન્ટે પણ થોડા દિવસ પહેલા એક્સ પર લખ્યું હતુ કે ભારતમાં કંઇક મોટું ઓપરેશન થવાનું છે, આવી ઘણી બાબતો શંકાસ્પદ દેખાઇ રહી છે, જો કે પોલીસ કે સુરક્ષા એજન્સીઓને ષડયંત્રના કોઇ પુરાવા મળ્યાં નથી, કદાચ આ ટેક્નીકલ ખામીને કારણે થયેલી દુર્ઘટના જ છે, પરંતુ કોંગ્રેસ સહિતની પાર્ટીઓએ આ મામલે તટસ્થ તપાસની માંગ કરી છે.

17 વર્ષના આર્યન અસારી કહ્યું મેં પ્લેનનો એમ જ વીડિયો બનાવ્યો હતો

એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુંમાં સગીરે કહ્યું કે મે આ વીડિયો એમ જ બનાવ્યો હતો, તેની પોલીસે પૂછપરછ કરી હોવાનો સૂત્રોએ દાવો કર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં જોરદાર વાઇરલ થયો છે. અનેક આશંકાઓ છે કે જે પ્લેન ક્રેશ થઇ રહ્યું હતુ તેનો જ વીડિયો કેમ બનાવવામાં આવ્યો હતો.

facebook twitter