+

દિલ્હી જતા પહેલા પીએમ મોદીએ અચાનક બદલ્યો પ્લાન, પહોંચી ગયા ફ્લાવર શોની મુલાકાતે- Gujarat Post

અમદાવાદઃ ગઇકાલથી પ્રારંભ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં દેશ-વિદેશના પ્રેસિડેન્ટ, પીએમ સહિતના રાજકીય નેતાઓ મંત્રીઓ તેમજ અનેક ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યાં હતા. જેમાં 34 દેશો અને 16 સંસ્થાઓ ભાગ લઈ રહ

અમદાવાદઃ ગઇકાલથી પ્રારંભ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં દેશ-વિદેશના પ્રેસિડેન્ટ, પીએમ સહિતના રાજકીય નેતાઓ મંત્રીઓ તેમજ અનેક ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યાં હતા. જેમાં 34 દેશો અને 16 સંસ્થાઓ ભાગ લઈ રહી છે. વાઇબ્રન્ટ સમિટના ઉદ્ઘઘાટન બાદ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપ્યાં બાદ દિલ્હી રવાના થતા પહેલા પીએમ મોદીએ અચાનક તેમનો પ્લાન બદલ્યો હતો અને ફ્લાવર શોની મુલાકાતે પહોંચ્યાં હતા. પીએમ મોદી આવવાના હોવાથી ફ્લાવર શોમાંથી લોકોને દૂર કરવામાં આવ્યાં હતા.મોદીએ ફ્લાવર શોની મુલાકાત દરમિયાન સ્ટોલ ધારકો સાથે પણ વાત કરી હતી.

અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે યોજાયેલા ફ્લાવર શોએ હવે વિશ્વ ક્ષેત્રે ડંકો વગાડ્યો છે. વાઈબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો- 2024નો પ્રારંભ 31 ડિસેમ્બરથી થયો હતો અને આ ફ્લાવર શો 15 જાન્યુઆરીએ પૂર્ણ થશે. અમદાવાદમાં આયોજીત ફ્લાવર શોએ ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. અમદાવાદના ફ્લાવર શોએ ચીનનો રેકોર્ડ તોડ્યો છે. ફક્ત સ્થાનિકો જ નહીં આ શો નિહાળવા માટે વિદેશમાંથી પણ મહેમાનો પણ આવી રહ્યાં છે. એએમસી દ્વારા આયોજન કરેલ ફ્લાવર શોને લોંગેસ્ટ ફ્લાવર સ્ટ્રક્ચર માટે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. અગાઉ આ રેકોર્ડ 166 મીટરનો ચીનનાં નામે હતો.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

facebook twitter