નિક્કી હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો, બ્યુટી પાર્લર અને ઇન્સ્ટા પર રીલ્સને લઇને થયો હતો ઝઘડો

08:36 AM Aug 25, 2025 | gujaratpost

ઉત્તરપ્રદેશઃ ગ્રેટર નોઈડામાં નિક્કીના દહેજ હત્યાકાંડે બધાને ચોંકાવી દીધા છે. આ ભયાનક ઘટના બાદ પોલીસ સતત એક્શન મોડમાં છે. નિક્કીના પતિ વિપિન ભાટીને 14 દિવસ માટે જેલમાં મોકલી દેવામાં આવ્યો છે અને તેની માતા દયાવતીની ધરપકડ કરવામાં આવી છે. નિક્કીના સસરા સત્યવીર અને સાળો રોહિત ભાટી હજુ પણ ફરાર છે. બંનેની શોધમાં 8 પોલીસ ટીમો દિલ્હી-એનસીઆરમાં દરોડા પાડી રહી છે.

વિપિનને કોઈ અફસોસ નથી

જે જલ્લાદએ પોતાની પત્નીને જીવતી સળગાવી દીધી હતી તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે પણ તેના ચહેરા પર પસ્તાવાની કરચલીઓ પણ નથી, તે હજુ પણ પોતાનો ગુનો કબૂલ કરી રહ્યો નથી. રવિવારે આરોપીની પૂછપરછ કર્યા પછી પોલીસે જણાવ્યું હતું કે નિક્કી ભાટીનો ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ પોસ્ટ કરવા અને તેના બ્યુટી પાર્લરને ફરીથી ખોલવાની માંગણી કરવાને લઈને ઝઘડો થયો હતો. આરોપીએ એમ પણ કહ્યું હતું કે તેને આ ઘટનાનો કોઈ અફસોસ નથી, જેના કારણે તેની પત્નીનું મોત થયું છે.

આરોપી પતિ વિપિનને 14  દિવસની ન્યાયિક કસ્ટડીમાં

નિક્કીની બહેનની ફરિયાદ પર પોલીસે 23 ઓગસ્ટના રોજ પતિ વિપિનની ધરપકડ કરી હતી. રવિવારે, પોલીસ આરોપી પતિ વિપિનને તબીબી તપાસ માટે જિલ્લા હોસ્પિટલમાં લઈ જઈ રહી હતી. આ દરમિયાન, આરોપી ઇન્સ્પેક્ટરની પિસ્તોલ લઈને ભાગવા લાગ્યો હતો. પોલીસે પીછો કરીને સિરસા ક્રોસિંગ પાસે આરોપીને પગમાં ગોળી મારીને પકડી લીધો હતો. નોઇડા કોર્ટે આરોપી વિપિનને 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો છે. આ સમગ્ર કેસમાં નિક્કીનો પુત્ર સૌથી મહત્વપૂર્ણ સાક્ષી છે. તે વારંવાર તેના પિતાની ક્રૂરતા વિશે કહી રહ્યો છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++