અમદાવાદઃ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર CID ક્રાઇમ અને નાર્કોટિક્સ સેલની ટીમે એરપોર્ટ પર સંયુક્ત કામગીરી હાથ ધરી હતી. જેમાં બે શંકાસ્પદ મુસાફરોની બેગની તપાસ કરતા હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો. આ કામગીરી દરમિયાન બે આરોપી સિમોન બિલિયમ અને નિતેશ્વરી રતનલાલની ધરપકડ કરવામાં આવી છે.
અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગ અને નાર્કોટિક્સ સેલને બાતમી મળી હતી કે બેંગકોકથી આવતી ફ્લાઇટમાં ગેરકાયદેસર ડ્રગ્સની મોટી માત્રામાં દાણચોરી કરવામાં આવી રહી છે. જેથી CID ક્રાઇમ અને નાર્કોટિક્સ સેલની ટીમે એરપોર્ટ પર સંયુક્ત કામગીરી હાથ ધરી હતી. તે દરમિયાન સિમોન બિલિયમ અને નિતેશ્વરી રતનલાલની બેગમાંથી છુપાવેલ હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત આશરે 4 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે.
અધિકારીઓએ અદ્યતન સ્કેનિંગ ટેકનોલોજીના કારણે આ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. આરોપીઓએ આ ડ્રગ્સ બેંગકોકથી લાવવાની અને ભારતના વિવિધ શહેરોમાં વેચવાની યોજના બનાવી હતી.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/