+

એરપોર્ટથી વડાપ્રધાન મોદી અને UAEના રાષ્ટ્રપતિનો રોડ શો, મોટી સંખ્યામાં ઉમટ્યાં લોકો

અમદાવાદઃ આજથી વાઇબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત થઇ ગઇ છે, જેમાં અનેક દેશોના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનો ગુજરાત પહોંચી રહ્યાં છે, આ બધાની વચ્ચે પીએમ નરેન્દ્ર મોદીએ યુએઇના રાષ્ટ્રપતિ અલનાહ્યાન સાથે એરપોર્ટથી

અમદાવાદઃ આજથી વાઇબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત થઇ ગઇ છે, જેમાં અનેક દેશોના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનો ગુજરાત પહોંચી રહ્યાં છે, આ બધાની વચ્ચે પીએમ નરેન્દ્ર મોદીએ યુએઇના રાષ્ટ્રપતિ અલનાહ્યાન સાથે એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી મોટો રોડ શો કર્યો હતો. જ્યાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતા. બંને નેતાઓએ લોકોનું અભિવાદન કર્યું હતુ. અહીં સુરક્ષાનો સઘન બંદોબસ્ત દેખાયો હતો.
 
વડાપ્રધાન નરેન્દ્ર મોદી UAEના રાષ્ટ્રપતિનું સ્વાગત કરવા માટે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યાં હતા અને ત્યાંથી આ બંને વૈશ્વિક નેતાઓનો રોડ શો શરુ થયો હતો. શેખ મોહમ્મદ બિન જાયદ અલનાહ્યાન અને મોદી સાથે ભોજન લેશે, રોડ શો બાદ તેઓ ગાંધીનગરની હોટલ લીલીમાં પહોંચશે અને અહીં બંને સાથે થોડો સમય વિતાવશે.

ગુજરાત અને યુએઇ વચ્ચે વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં અનેક મહત્વના કરાર થશે. તે માટેની તૈયારીઓ થઇ ગઇ છે અને તેની જાહેરાત પણ કરાશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

 

facebook twitter