+

માધુપુરા સટ્ટાકાંડના મુખ્ય આરોપી હર્ષિત જૈનની પૂછપરછમાં ઘટસ્ફોટ, આ કારણે 2 વર્ષથી દુબઈમાં ઘરમાં જ કેદ હતો

અમદાવાદ: માધુપુરામાંથી પકડાયેલા રૂ. 2,323 કરોડના ક્રિકેટ સટ્ટા અને ડબ્બા ટ્રેડિંગના કેસનો મુખ્ય આરોપી હર્ષિત જૈન ગત સપ્તાહે ઝડપાયો હતો. દુબઈમાં છુપાઈને રહેલો હર્ષિત ત્યાંની પોલીસ સમક્ષ હાજર થઈ ગય

અમદાવાદ: માધુપુરામાંથી પકડાયેલા રૂ. 2,323 કરોડના ક્રિકેટ સટ્ટા અને ડબ્બા ટ્રેડિંગના કેસનો મુખ્ય આરોપી હર્ષિત જૈન ગત સપ્તાહે ઝડપાયો હતો. દુબઈમાં છુપાઈને રહેલો હર્ષિત ત્યાંની પોલીસ સમક્ષ હાજર થઈ ગયો હતો, જેની જાણ ગુજરાતની સ્ટેટ મોનિટરિંગ સેલને કરવામાં આવી હતી.

હર્ષિત જૈન વિરુદ્ધ બે વર્ષ પહેલાં જ ગુજરાત પોલીસે રેડ કોર્નર નોટિસ જારી કરી હતી. દુબઈમાં મોલ, મલ્ટિપ્લેક્સ, સ્ટોર અને જાહેર રસ્તાઓ પર લાગેલા ફેસ રિકગ્નિશન કેમેરાને કારણે તે ડરતો હતો. જો તે ઘરની બહાર નીકળે તો તેનો ચહેરો કેમેરામાં કેદ થઈ જાય તેવી ભીતિને કારણે તે છેલ્લા બે વર્ષથી ઘરમાં જ કેદ હતો.

ઓગસ્ટ 2025માં હર્ષિતનો પાસપોર્ટ એક્સપાયર થઈ ગયો હતો. તેણે પાસપોર્ટ રિન્યૂં કરાવવાની પ્રક્રિયા પણ કરી, પરંતુ તેની વિરુદ્ધ રેડ કોર્નર અને લુક આઉટ નોટિસ જારી થઈ હોવાથી તેનો પાસપોર્ટ રિન્યૂં થઈ શક્યો નહીં. પરિણામે, તેની પાસે પોલીસ સમક્ષ હાજર થઈને ડિપોર્ટ થવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો ન હતો.

હર્ષિત જૈને માધુપુરામાં 2023માં એક ઓફિસ શરૂ કરી હતી, ત્યાંથી ક્રિકેટ સટ્ટા અને ડબ્બા ટ્રેડિંગનું રેકેટ ચલાવતા હતા. જ્યારે પોલીસે દરોડો પાડ્યો ત્યારે ચાર આરોપીઓ પાસેથી રૂ. 2,323 કરોડના વ્યવહારો અને 1,507 બેંક એકાઉન્ટ્સ મળી આવ્યાં હતા. સ્ટેટ મોનિટરિંગ સેલે આ કેસની તપાસ સંભાળ્યાં બાદ અત્યાર સુધીમાં 37 આરોપીઓની ધરપકડ કરી છે. વિદેશ ભાગી ગયેલા 8 આરોપીઓ સામે લુક આઉટ નોટિસ અને ત્રણ સામે રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી હતી. હર્ષિત જૈન પકડાયો તે પહેલાં સેલની ટીમે દુબઈ જઈને દીપક ઠક્કર નામના અન્ય આરોપીની પણ ધરપકડ કરી હતી.

હર્ષિતે પૂછપરછમાં જણાવ્યું કે માધુપુરામાં રેડ પડ્યાના 15 દિવસમાં જ તે દુબઈ ભાગી ગયો હતો. ત્યાં ગયા પછી પણ તેણે ઓનલાઈન ગેમિંગના પૈસાની હેરાફેરી ચાલુ રાખી હતી. હર્ષિત દુબઈમાં બે મિત્રો સાથે એક એપાર્ટમેન્ટમાં રહેતો હતો, જેનું માસિક ભાડું રૂ. 1.20 લાખ હતું. તે બહાર નીકળી શકતો ન હોવાથી તેના બધા કામ તેના મિત્રો જ કરતા હતા. તેણે બે વર્ષથી ઘરની બહાર ન નીકળ્યાંની કબૂલાત કરી હતી.

હર્ષિત આ ટોળકીના સંપર્કમાં નીલેશ રામી અને જીજ્ઞેશ પટેલ મારફતે આવ્યો હતો. માધુપુરામાં રેકેટ પકડાયું તેના ત્રણ વર્ષ પહેલાંથી જ તે આ ટોળકીની ઓફિસ સંભાળતો હતો. જેના માટે તેને મહિને રૂ. 30 લાખનો પગાર મળતો હતો. છેલ્લા ત્રણ વર્ષમાં તેણે પગાર તરીકે જ રૂ.10 કરોડ લીધા હતા.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter