+

જો તમે સંમત નહીં થાઓ તો પરિણામ ખરાબ આવશે, ગુસ્સે ભરાયેલા ડોનાલ્ડ ટ્રમ્પે કોને આપી છેલ્લી ચેતવણી ?

વોંશિગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હમાસને અંતિમ ચેતવણી આપી દીધી છે. તેમણે રવિવારે (7 સપ્ટેમ્બર) ચેતવણી આપતા કહ્યું કે હમાસે ગાઝામાં બંધકોને મુક્ત કરવા માટે એક ડીલ પર સંમત થવું જ

વોંશિગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હમાસને અંતિમ ચેતવણી આપી દીધી છે. તેમણે રવિવારે (7 સપ્ટેમ્બર) ચેતવણી આપતા કહ્યું કે હમાસે ગાઝામાં બંધકોને મુક્ત કરવા માટે એક ડીલ પર સંમત થવું જોઈએ. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર આ અંગે એક પોસ્ટ શેર કરી છે. ટ્રમ્પે કહ્યું કે ઇઝરાયેલે મારી શરતો સ્વીકારી લીધી છે, હવે હમાસે પણ તે સ્વીકારવી જોઈએ.

ટ્રમ્પે પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસને ગાઝામાં બંધકોની મુક્તિ માટેના કરારને સ્વીકારવા કહ્યું છે. ટ્રમ્પે કહ્યું,  દરેક વ્યક્તિ બંધકોને ઘરે પાછા લાવવા માંગે છે. દરેક વ્યક્તિ ઇચ્છે છે કે આ યુદ્ધનો અંત આવે ! ઇઝરાયેલ મારી શરતો સાથે સંમત છે. હવે હમાસ માટે પણ સંમત થવાનો સમય આવી ગયો છે. મેં હમાસને ચેતવણી આપી છે કે જો તેઓ નહીં માને તો તેમને પરિણામ ભોગવવા પડશે. આ મારી છેલ્લી ચેતવણી છે, હવે નહીં ! આ બાબત ધ્યાન પર લાવવા બદલ આભાર.

ટ્રમ્પે હમાસ સમક્ષ કઈ શરત મૂકી ?

સમાચાર એજન્સી રોઇટર્સ અનુસાર ટ્રમ્પે શનિવારે હમાસ સમક્ષ યુદ્ધવિરામનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ અંતર્ગત, હમાસે યુદ્ધવિરામના પહેલા દિવસે બાકીના 48 બંધકોને મુક્ત કરવા પડશે, જેના બદલામાં ઇઝરાયેલમાં બંધક બનેલા હજારો પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવામાં આવશે. ઇઝરાયલ ટ્રમ્પના પ્રસ્તાવ પર ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે.

હમાસે ઇઝરાયલ પર ગંભીર આરોપો લગાવ્યાં

હમાસને ત્રણ બંધકોને મુક્ત કરવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ તેમને સમયમર્યાદા સુધીમાં તેમ કર્યું નહીં. હમાસે ઇઝરાયેલ પર ગંભીર આરોપો લગાવ્યાં હતા. તેમાં કહેવામાં આવ્યું હતું કે ઇઝરાયંલ યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન કરી રહ્યું છે અને તેથી જ તે બંધકોને મુક્ત કરી રહ્યું નથી.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter