Israel Lebanon war: લેબનોનના રાજદૂત રેબી નરશે ગાઝા અને લેબનોન પર ઈઝરાયેલના હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી છે અને હુમલાને વિનાશક ગણાવ્યો છે. તેમણે કહ્યું કે ઈઝરાયેલના હુમલાના પરિણામે હજારો લોકો માર્યા ગયા છે અને લાખો લોકો બેઘર થયા છે. આ સંઘર્ષ સમગ્ર પ્રદેશમાં અસ્થિરતા પેદા કરી રહ્યો છે. નરશેએ આશા વ્યક્ત કરી કે ભારત શાંતિ પ્રક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવશે, કારણ કે ભારતના ઇઝરાયેલ અને લેબનોન બંને સાથે સારા સંબંધો છે અને વૈશ્વિક સ્તરે મજબૂત હાજરી ધરાવે છે.
લેબનોન રાજદૂત રેબી નરશે ભારતને અપીલ કરી હતી કે તેઓ ઇઝરાયેલના વડાપ્રધાન નૈતન્યાહૂ પર તેમની આક્રમક નીતિઓ પર પુનર્વિચાર કરવા દબાણ કરે જેથી સંઘર્ષનો શાંતિપૂર્ણ ઉકેલ શોધી શકાય. નરશે હિઝબુલ્લાહ સામે ઇઝરાયેલના આરોપોને નકારી કાઢ્યા હતા અને ઇઝરાયેલ સામે રોષ વ્યક્ત કર્યો હતો.
આરબ જમીન પર ઇઝરાયેલના કબ્જાની વાત
રાજદૂત રબી નરશે પેલેસ્ટાઈન અને આરબ ભૂમિ પર ઈઝરાયેલના કબ્જાને પશ્ચિમ એશિયામાં અસ્થિરતા અને હિંસાનું મૂળ કારણ ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે આ સંઘર્ષ તાજેતરની ઘટનાઓ સાથે સંબંધિત નથી પરંતુ 75 વર્ષ પહેલા શરૂ થયેલા ઈઝરાયેલના કબ્જા સાથે જોડાયેલો છે, જે આજે પણ સંઘર્ષનું કારણ છે.
લેબનોનમાં જાનહાનિના આંકડા
ઇઝરાયેલે થોડા દિવસો પહેલા લેબનોનની અંદર ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કર્યું છે. જેના કારણે ત્યાં સ્થિતિ વણસી રહી છે. હિઝબુલ્લાના વડાની હત્યા કર્યા બાદ તેમને હુમલા વધારી દીધા છે. આ હુમલામાં અત્યાર સુધીમાં 2100 લોકોના મોત થયા છે અને 11 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526