India tour of Australia 2024-25: ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે સોમવારે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર રવાના થતા પહેલા મીડિયા સાથે વાત કરી હતી. દરમિયાન તેણે ન્યૂઝીલેન્ડ સામેની હાર સાથે જોડાયેલા મુશ્કેલ પ્રશ્નોના જવાબ આપવા પડ્યાં હતા. તેણે ટીમની તૈયારીઓ અને કેપ્ટન રોહિત શર્માની ઉપલબ્ધીઓ વિશે ચર્ચા કરી.
રોહિત પ્રથમ ટેસ્ટ નહીં રમે તો કેપ્ટન કોણ હશે ? આ સવાલના જવાબમાં ગંભીરે કહ્યું, જસપ્રિત બુમરાહ વાઇસ કેપ્ટન છે. જો રોહિત મિસ કરશે તો બુમરાહ કેપ્ટન રહેશે, ગંભીરે કહ્યું, હું રોહિત શર્મા અને વિરાટ કોહલીના ફોર્મથી ચિંતિત નથી. ડ્રેસિંગ રૂમમાં રનની ભૂખ મારા માટે મહત્વપૂર્ણ છે અને મને લાગે છે કે આ બંનેને રન બનાવવાની ખૂબ ભૂખ છે. અમારી પાસે ઘણા અનુભવી ખેલાડીઓ છે જેઓ આ સ્થિતિમાં રમ્યા છે. આ બંને યુવા ખેલાડીઓને મદદ કરશે. યુવા ખેલાડીઓ માટે આ શ્રેણી મહત્વપૂર્ણ છે.
ગંભીરે કહ્યું, અમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અથવા પોઈન્ટ ટેબલ વિશે વધુ વિચારી રહ્યાં નથી. અમારા માટે દરેક શ્રેણી મહત્વપૂર્ણ છે. અમે દરેક શ્રેણી જીતવાનો પ્રયાસ કરીએ છીએ. આ વખતે પણ અમારો પ્લાન એ જ છે. અમે બોર્ડર ગાવસ્કર ટ્રોફી જીતવાનો પ્રયાસ કરીશું.
કેએલ રાહુલના ફોર્મ વિશે પૂછવામાં આવેલા સવાલ પર ગંભીરે કહ્યું, કેટલા દેશ પાસે કેએલ રાહુલ જેવા ખેલાડી છે? તે ઓપનિંગ કરી શકે છે, છઠ્ઠા નંબર પર બેટિંગ કરી શકે છે અને વિકેટકીપિંગ પણ કરી શકે છે. તે આપણા માટે મહત્વપૂર્ણ છે. તે પહેલા પણ અહીં રમી ચૂક્યો છે અને આવી સ્થિતિમાં તેનો અનુભવ અમારા માટે ઉપયોગી થશે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++