+

અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, હવામાન વિભાગે આ જિલ્લાઓમાં ભારે વરસાદની કરી આગાહી

અમદાવાદઃ શહેરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. હવામાન વિભાગે રાજ્યમાં 30મી ઓગસ્ટ સુધીમાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, આજે સવારથી વરસાદી ઝાપટ

અમદાવાદઃ શહેરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. હવામાન વિભાગે રાજ્યમાં 30મી ઓગસ્ટ સુધીમાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, આજે સવારથી વરસાદી ઝાપટા પડી રહ્યાં છે. જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યાં છે. ઘણી જગ્યાએ રસ્તાઓ પર પાણી ભરાતા વાહન વ્યવહારમાં મુશ્કેલી ઉભી થઈ રહી છે. બીજી બાજુ, શહેરમાંથી પસાર થતી સાબરમતી નદી પણ બે કાંઠે વહેતી થઈ છે. નદીમાં પાણી છોડવામાં આવતાં નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.

ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસવાને કારણે ઠંડક પ્રસરી છે.રાજ્યમાં નદી નાળા ગાંડાતુર બનીને છલકી રહ્યાં છે.  ગુજરાતના દરિયાકાંઠા પર ત્રણ નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે. પવનનું પણ જોર વધવાના કારણે દરિયામાં કરંટ જોવા મળશે. જેથી માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

હવામાન વિભાગે મોરબી, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. આ ઉપરાંત કચ્છ, દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, નવસારી, ડાંગ, વલસાડ યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter