નોઈડાઃ કાસના પોલીસ સ્ટેશન વિસ્તારના સિરસા ગામમાં પેટ્રોલ છાંટીને પત્નીની હત્યા કરનાર આરોપી પતિ વિપિન ભાટીએ પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસનો દાવો છે કે હત્યાના આરોપીએ સબ-ઇન્સ્પેક્ટર પાસે રહેલી પિસ્તોલ છીનવીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. તેણે પોલીસ ટીમ પર ગોળીબાર કર્યો હતો.
મજબૂરીમાં પોલીસે ગોળીબાર કરવો પડ્યો હતો. પોલીસની ગોળી વાગતાં હત્યાના આરોપીને પગમાં ઈજા થઈ હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી અને તેને JIMS હોસ્પિટલમાં દાખલ કર્યો છે
ગુરુવારે સિરસા ગામમાં આરોપી પતિ વિપિને દહેજમાં 35 લાખ રૂપિયાની માંગણી પૂરી ન થતાં તેની પત્ની નિક્કીને પેટ્રોલ છાંટીને જીવતી સળગાવી દીધી હતી. સિરસા ગામમાં નિક્કી નામની મહિલાને સળગાવીને દર્દનાક મોતના કિસ્સામાં, નિક્કીના પાંચ વર્ષના પુત્રનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં, બાળક તેના પિતા દ્વારા તેની માતાને કરવામાં આવેલી મારપીટ અને ક્રૂરતાની વાર્તા કહેતો જોવા મળે છે. બાળકે કહ્યું કે પહેલા તેના પિતાએ તેની માતાને માર માર્યો અને પછી તેના પર પેટ્રોલ છાંટીને તેને આગ લગાવી દીધી હતી.
દીકરી સાથે થયેલી ક્રૂર અને પીડાદાયક ઘટના બાદ રૂપબાસ ગામમાં શોકનો માહોલ છે. પીડિતાના સગા સંબંધીઓને રડતા જોઈને સાંત્વના આપવા આવેલા લોકો પણ પોતાના આંસુ રોકી શકતા નથી. આ ઘટના બાદથી મૃતકની માતા મંજુ આઘાતમાં છે. તે વારંવાર બેભાન થઈ રહી છે. પિતા ભિખારી સિંહ પણ આઘાતને કારણે ચૂપચાપ બેઠા છે. પીડિતાના સંબંધીઓનો આરોપ છે કે વિપિન દારૂનો વ્યસની હતો. ત્યારથી ઘરમાં ઝઘડા વધી ગયા હતા.
મૃતકના પિતાએ કહ્યું, મારી મોટી દીકરીએ મને ફોન કરીને આ બાબતની જાણ કરી હતી. અમે હોસ્પિટલ પહોંચ્યા. આ લોકોએ તેને આગ લગાવી દીધી હતી અને ભાગી ગયા હતા. તેના પડોશીઓ તેને ફોર્ટિસ હોસ્પિટલમાં લઈ ગયા. જ્યારે અમે પહોંચ્યા ત્યારે તે 70 ટકા બળી ગઈ હતી. ડોક્ટરોએ પુત્રીને સફદરજંગ હોસ્પિટલ રીફર કરી. અમે એમ્બ્યુલન્સ બુક કરાવી અને તેને સફદરજંગ હોસ્પિટલ લઈ ગયા, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી.
આરોપીઓને મૃત્યુદંડની માંગણી કરતા તેમને કહ્યું તેમની પુત્રીની સાસુએ તેના પર કેરોસીન રેડ્યું અને તેના પતિએ તેને આગ લગાવી દીધી. હવે જ્યારે મારી પુત્રી મરી ગઈ છે, ત્યારે તેમની દહેજની માંગણીઓ પૂર્ણ થઈ ગઈ છે. તેઓએ મારી દીકરી પાસેથી કારની માંગણી કરીને હેરાનગતિ કરી. મારી બંને દીકરીઓના લગ્ન એક જ પરિવારમાં થયા હતા. મારા પૌત્રએ પણ બધાને કહ્યું છે કે કેવી રીતે અને શું થયું.
રૂપબાસ ગામના ભિખારી સિંહે ડિસેમ્બર 2016 માં પોતાની પુત્રીઓ કંચન અને નિક્કીના લગ્ન સિરસા ગામના રોહિત અને વિપિન સાથે કરાવ્યા હતા. તેમણે લગ્નમાં સ્કોર્પિયો કાર સહિત દહેજ આપ્યું હતું. તેમ છતાં, લગ્ન પછીથી સાસરિયાઓ 35 લાખ રૂપિયાની માંગ કરી રહ્યા હતા. તેમની બંને દીકરીઓને તેના સાસરિયાઓએ માર માર્યો હતો. ઘણી વખત પંચાયત પણ થઈ હતી.
#WATCH | Noida, UP | The victim's father says, "My elder daughter called me up to inform what had happened. We reached the hospital. These people had set her on fire and fled. Their neighbours took her to Fortis Hospital. When we reached she had 70% burns. They referred us to… https://t.co/Vsomr1hntY pic.twitter.com/jznQlRqrs1
— ANI (@ANI) August 24, 2025
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/