Breaking News: ડ્રગ્સની વધુ એક ફેક્ટરી ઝડપાઇ, ઉમરગામ GIDC માંથી અંદાજે 25 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું

02:37 PM Oct 10, 2024 | gujaratpost

DRI અને CID ક્રાઈમનું સંયુક્ત ઓપરેશન,

વલસાડઃ ફરી એક વખત કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે, આ વખતે ઉમરગામ GIDCમાં એક ફેક્ટરીમાંથી અંદાજે 25 કરોડ રૂપિયાનું એમડી (મેફેડ્રોન) ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. DRI, સીઆઇડી ક્રાઇમ, નાર્કોટીક્સ વિભાગે સંયુક્ત ઓપરેશન કરીને 17.33 કિલો એમડી ડ્રગ્સ, રો મટીરીયલ્સ અને મશીન જપ્ત કર્યાં છે.

સુપરવાઈઝર સહિત ત્રણ લોકોની ધરપકડ

ધરપકડ કરાયેલા આરોપીઓનાં નામ

- સુપરવાઈઝર વિક્રાંત વિજય પટેલ ઉર્ફે વીકી

- કલ્પેશ પિતાંબરભાઈ દોડિયા  

- અજયકુમાર મહંતો

ઉમરગામ GIDCના સેકન્ડ ફેઝમાં આવેલા પ્લોટ નંબર 404માં આવેલી સૌરવ ક્રિએશન કંપનીમાં એમડી ડ્રગ્સનું ઉત્પાદન કરવામાં આવતું હોવાની વાપી DRI (ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ)ને બાતમી મળી હતી. જે બાદ DRIની ટીમ, CID તેમજ નાર્કોટીક્સ સેલ દ્વારા સંયુક્ત  ગાલા ટાઈપની ફેક્ટરીમાં દરોડા પાડવામાં આવ્યાં હતા. આરોપીઓએ કરોડો રૂપિયાનું ડ્રગ્સ અગાઉ પણ વેંચ્યું હોવાની આશંકાના એંગલની તપાસ થઇ રહી છે. હાલમાં આ કેસની વધુ તપાસ હાથ ધરાઇ છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526