અમેરિકાના સાઉથ કેરોલિનામાં ગુજરાતી મૂળની મહિલાની ગોળી મારીને હત્યા કરાઇ

06:11 PM Sep 19, 2025 | gujaratpost

હુમલાખોરે લૂંટના ઈરાદે ફાયરિંગ કર્યું હતું

49 વર્ષીય કિરણ પટેલ સાઉથ કેરોલિનામાં એક સ્ટોર ચલાવતાં હતાં

મૃતક મુળ બોરસદના રહેવ

અમેરિકાઃ સાઉથ કેરોલિનામાં એક દુઃખદ ઘટના બની છે. અહીં 23 વર્ષથી રહેતા અને મૂળ આણંદના બોરસદના કિરણબેન પટેલની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. તેઓ સાઉથ કેરોલિનામાં એક સ્ટોર ચલાવતા હતા. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યાં છે.

આ ઘટના ત્રણ દિવસ પહેલા રાત્રે બની હતી. કિરણબેન જ્યારે તેમનો સ્ટોર બંધ કરીને પૈસા ગણી રહ્યાં હતા, ત્યારે એક બુકાનીધારી યુવક લૂંટના ઈરાદે સ્ટોરમાં ઘૂસી આવ્યો હતો અને તેણે અચાનક ગોળીબાર કર્યો હતો, જેમાં કિરણબેનને ગોળીઓ વાગી હતી અને તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

આ ઘટનાની માહિતી મળતાં પોલીસ કિરણબેન પટેલના ગેસ સ્ટેશન પર પહોંચી હતી, પરંતુ ત્યાં સુધીમાં તેમનું મોત થઈ ચૂક્યું હતું. પોલીસના જણાવ્યાં મુજબ, આ લૂંટના ઈરાદાથી કરવામાં આવેલો હુમલો હતો.કિરણબેનનાં બે સંતાનો છે, જેમાં એક દીકરો છે, જે યુકેમાં અને એક દીકરી કેનેડામાં રહે છે.

 

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++