હુમલાખોરે લૂંટના ઈરાદે ફાયરિંગ કર્યું હતું
49 વર્ષીય કિરણ પટેલ સાઉથ કેરોલિનામાં એક સ્ટોર ચલાવતાં હતાં
મૃતક મુળ બોરસદના રહેવ
અમેરિકાઃ સાઉથ કેરોલિનામાં એક દુઃખદ ઘટના બની છે. અહીં 23 વર્ષથી રહેતા અને મૂળ આણંદના બોરસદના કિરણબેન પટેલની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. તેઓ સાઉથ કેરોલિનામાં એક સ્ટોર ચલાવતા હતા. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યાં છે.
આ ઘટના ત્રણ દિવસ પહેલા રાત્રે બની હતી. કિરણબેન જ્યારે તેમનો સ્ટોર બંધ કરીને પૈસા ગણી રહ્યાં હતા, ત્યારે એક બુકાનીધારી યુવક લૂંટના ઈરાદે સ્ટોરમાં ઘૂસી આવ્યો હતો અને તેણે અચાનક ગોળીબાર કર્યો હતો, જેમાં કિરણબેનને ગોળીઓ વાગી હતી અને તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
આ ઘટનાની માહિતી મળતાં પોલીસ કિરણબેન પટેલના ગેસ સ્ટેશન પર પહોંચી હતી, પરંતુ ત્યાં સુધીમાં તેમનું મોત થઈ ચૂક્યું હતું. પોલીસના જણાવ્યાં મુજબ, આ લૂંટના ઈરાદાથી કરવામાં આવેલો હુમલો હતો.કિરણબેનનાં બે સંતાનો છે, જેમાં એક દીકરો છે, જે યુકેમાં અને એક દીકરી કેનેડામાં રહે છે.
અમેરિકામાં ગુજરાતી મહિલા કિરણબેન પટેલની હત્યાhttps://t.co/XoQtcYM9RV#BorsadWomanKilled #USAGujarati #SouthCarolina #KiranbenPatel #JusticeForKiranben #GujaratiInUSA #CrimeNews #NRI #America #USCrime @IndianEmbassyUS pic.twitter.com/UgK8WjxrHm
— Benefit News 24 (@BenefitNews24) September 19, 2025
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/