Fact Check News: સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં એક તૂટેલો પુલ દેખાઈ રહ્યો છે. ઘણા યુઝર્સ આ તસવીર શેર કરીને દાવો કરી રહ્યાં છે કે આ ગુજરાતનો મેટ્રો બ્રિજ છે જે હાલમાં જ તૂટી પડ્યો છે. જો કે અમારા ફેક્ટ ચેકની તપાસમાં આ દાવો ખોટો સાબિત થયો છે.
શું દાવો કરવામાં આવ્યો હતો ?
20 નવેમ્બરે ફેસબુક પર એક યુઝરે એક પોસ્ટ કરી હતી. જેમાં તેણે લખ્યું હતું કે જુઓ ગુજરાતમાં મેટ્રો બ્રિજની શું હાલત છે. આ પુલ કેટલા મજબૂતીથી બાંધવામાં આવ્યો હતો. તેને તૂટી પડતાં વધુ સમય ન લાગ્યો.
અન્ય એક યુઝર્સ નિસાર ખાને પણ તૂટેલા બ્રિજની તસવીર શેર કરી અને લખ્યું- ગુજરાતમાં મેટ્રો બ્રિજની શું હાલત છે, આ બ્રિજ કેટલા મજબૂતીથી બનાવવામાં આવ્યો હતો, તેને તૂટી પડતાં સમય નથી લાગ્યો ! સરકાર 100 વર્ષની ગેરંટી લઈ રહી છે, જુઓ નવી ટેક્નોલોજી સંબંધિત રોમાંચક વિકાસ.
સત્ય કેવી રીતે બહાર આવ્યું ?
જ્યારે ગુજરાત પોસ્ટ ન્યૂઝની ફેક્ટ ચેક ટીમે ગુગલ લેન્સની મદદથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરને રિવર્સ સર્ચ કરી તો સત્ય સામે આવ્યું હતું. તસવીરને રિવર્સ સર્ચ કરવા પર એક ટ્વિટ જોવા મળ્યું હતુ, જેમાં આ વાયરલ તસવીર જેવી જ તસવીર જોવા મળી હતી. આ ટ્વીટ 23 ઓક્ટોબર 2023નું હતું. યુવરાજ સિંહ નામના યુઝરે લખ્યું હતું - ગુજરાતના પાલનપુરમાં તુટી રહેલા બ્રિજના એક ભાગની તસવીર.
જ્યારે ગુજરાત પોસ્ટ ન્યૂઝની ફેક્ટ ચેક ટીમે બંને તસવીરોની સરખામણી કરી તો જાણવા મળ્યું કે બંને તસવીરો સમાન છે. જ્યારે આ બ્રિજ વિશે વધુ માહિતી શોધવામાં આવી તો ઘણા મીડિયા રિપોર્ટ્સ પણ મળ્યાં. ન્યૂઝની વેબસાઈટ પર પ્રકાશિત અહેવાલ મુજબ આ ઘટના ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં બની હતી. જ્યાં નિર્માણાધીન પુલના થાંભલા પરના છ કોંક્રીટ સ્લેબ ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત થયું હતું.
જ્યારે ફેક્ટ ચેક ટીમે આ વર્ષે પુલ તૂટી પડવાના સમાચાર શોધવાનું શરૂ કર્યું, ત્યારે તેમને આ વર્ષે 4 નવેમ્બરે ગુજરાતના આણંદમાં બુલેટ ટ્રેન માટે બનાવવામાં આવી રહેલા ટ્રેક પર નિર્માણાધીન પુલ તૂટી પડવાના સમાચાર મળ્યાં હતી, પરંતુ તે મેટ્રો ન હતી.
આખરે શું છે સત્ય....
ગુજરાત પોસ્ટ ફેક્ટ ચેકમાં જાણવા મળ્યું કે ફેસબુક પર વાયરલ થઈ રહેલી પુલ તૂટી પડવાની તસવીર જૂની છે. આ બ્રિજ ગયા વર્ષે તૂટી પડ્યો હતો, અત્યારે નહીં. જેથી આવા સમાચાર પર તમને ભરોસો કરશો નહીં.
#WATCH | A portion of an under-construction bridge collapses in Gujarat's Palanpur
— ANI (@ANI) October 23, 2023
Details awaited. pic.twitter.com/eVPdgGsIBt
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/