મુંબઈઃ ED એ ઉદ્યોગપતિ અનિલ અંબાણીને 5 ઓગસ્ટે પૂછપરછ માટે બોલાવ્યાં છે. અનિલ અંબાણીને તેમની ગ્રુપ કંપનીઓ વિરુદ્ધ લોન છેતરપિંડી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સમન્સ પાઠવવામાં આવ્યું છે. સમાચાર એજન્સી પીટીઆઈએ સત્તાવાર સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે 66 વર્ષીય અનિલ અંબાણીને દિલ્હી સ્થિત ED મુખ્યાલયમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. આ કેસ પણ અહીં જ નોંધવામાં આવ્યો છે. એજન્સી મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ (PMLA) હેઠળ તેમનું નિવેદન નોંધશે.
આ સમન્સ ગયા અઠવાડિયે ફેડરલ એજન્સી દ્વારા તેમના વ્યવસાયિક જૂથની ઘણી કંપનીઓ અને અધિકારીઓ વિરુદ્ધ દરોડા પાડ્યાં પછી આપવામાં આવ્યું છે. 24 જુલાઈના રોજ શરૂ થયેલી આ કાર્યવાહી ત્રણ દિવસ સુધી ચાલી હતી. આ કાર્યવાહી અનિલ અંબાણીની ઘણી ગ્રુપ કંપનીઓ દ્વારા નાણાંકીય અનિયમિતતાઓ અને રૂ. 10,000 કરોડથી વધુના સામૂહિક લોન ડાયવર્ઝન સાથે સંબંધિત છે. EDની કાર્યવાહી હેઠળ મુંબઈમાં 35 થી વધુ પરિષરો પર દરોડા પાડવામાં આવ્યાં હતા. 50 કંપનીઓ અને 25 લોકોના ત્યા રેડ થઇ હતી. જેમાં અનિલ અંબાણી ગ્રુપની કંપનીઓના ઘણા અધિકારીઓ પણ સામેલ હતા.
ED સૂત્રોએ જણાવ્યું કે આ તપાસ 2017-2019 વચ્ચે યસ બેંક દ્વારા અંબાણી ગ્રુપની કંપનીઓને આપવામાં આવેલી આશરે રૂ.3,000 કરોડની ગેરકાયદેસર લોનના ડાયવર્ઝનના આરોપો સાથે સંબંધિત છે. ગ્રુપની બે કંપનીઓ રિલાયન્સ પાવર અને રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે સ્ટોક એક્સચેન્જને જણાવ્યું હતું કે દરોડાની તેમની વ્યવસાયિક કામગીરી, નાણાકીય કામગીરી, શેરધારકો, કર્મચારીઓ અથવા અન્ય કોઈ હિતધારક પર બિલકુલ કોઈ અસર થઈ નથી.
ED સૂત્રોએ જણાવ્યું કે તેઓ 2017 અને 2019 વચ્ચે યસ બેંકમાંથી આશરે રૂ. 3,000 કરોડના ગેરકાયદેસર લોન ડાયવર્ઝનના આરોપોની તપાસ કરી રહ્યાં છે. સૂત્રો અનુસાર, EDને જાણવા મળ્યું છે કે લોન આપવામાં આવે તે પહેલાં યસ બેંકના પ્રમોટરોને તેમના વ્યવસાયમાં ભંડોળ મળ્યું હતું. આ જોતાં, એજન્સી લાંચ અને લોનના આ ગઠબંધનની તપાસ કરી રહી છે.
ફેડરલ એજન્સી રિલાયન્સ અનિલ અંબાણી ગ્રુપની કંપનીઓને યસ બેંક દ્વારા લોન મંજૂરીઓમાં ઉલ્લંઘનના આરોપોની તપાસ કરી રહી છે. EDની કાર્યવાહી નેશનલ હાઉસિંગ બેંક, ભારતીય પ્રતિભૂતિ અને વિનિમય બોર્ડ (સેબી), નેશનલ ફાઇનાન્સિયલ રિપોર્ટિંગ ઓથોરિટી (NFRA), બેંક ઓફ બરોડા અને કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI) દ્વારા દાખલ કરાયેલી બે FIR સહિત અનેક નિયમનકારી અને નાણાકીય સંસ્થાઓ પાસેથી મળેલી ઇનપુટ પર આધારિત છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++