+

અમેરિકાના આ રાજ્યમાં 7.3 ની તીવ્રતાનો જારદાર ભૂકંપ, સુનામીની આપી ચેતવણી

વોંશિગ્ટનઃ ભારત સહિત વિશ્વના વિવિધ ભાગોમાં છેલ્લા કેટલાક સમયથી સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યાં છે. હવે અમેરિકાનું અલાસ્કા રાજ્ય પણ ભયાનક ભૂકંપથી હચમચી ગયું છે. ભૂકંપ બાદ આ પ્રદેશના દરિયાકાંઠાના

વોંશિગ્ટનઃ ભારત સહિત વિશ્વના વિવિધ ભાગોમાં છેલ્લા કેટલાક સમયથી સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યાં છે. હવે અમેરિકાનું અલાસ્કા રાજ્ય પણ ભયાનક ભૂકંપથી હચમચી ગયું છે. ભૂકંપ બાદ આ પ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં સુનામીની ચેતવણી પણ જારી કરવામાં આવી છે.

ભૂકંપની તીવ્રતા કેટલી હતી ?

અમેરિકાના અલાસ્કા રાજ્યમાં ગુરુવાર, 17 જુલાઈના રોજ ભારતીય સમય મુજબ રાત્રે 2:07 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 7.3 માપવામાં આવી હતી, જેને ખૂબ જ શક્તિશાળી ભૂકંપ માનવામાં આવે છે. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ અલાસ્કા દ્વીપકલ્પની અંદર 36 કિલોમીટર અંદર હતું.

સુનામી ચેતવણી જારી

અમેરિકન વૈજ્ઞાનિકોના જણાવ્યાં મુજબ અલાસ્કા દ્વીપકલ્પની મધ્યમાં પોપોફ ટાપુ પર સેન્ડ પોઇન્ટ નજીક 7.3 ની તીવ્રતાના ભૂકંપ બાદ દરિયાકાંઠાના અલાસ્કાના કેટલાક ભાગોમાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. અસરગ્રસ્ત વિસ્તારોના લોકોને સતર્ક રહેવા અને સલામતી સૂચનાઓનું પાલન કરવા કહેવામાં આવ્યું છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter